12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીએ રૂમનો દરવાજો બંધ કરીને કાનમાં ઇયરફોન લગાવીને ગળાફાસો ખાઈ લીધો, કારણ…

એક શોકિંગ અને હ્રદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં પીજીમાં રહીને અભ્યાસ કરતી એક 12માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીએ રૂમનો દરવાજો બંધ કરીને કાનમાં ઇયરફોન લગાવીને પંખા સાથે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યોતિએ તેના રૂમમેટને કહ્યું કે જો તમે બજારમાં જતી હોય તો ચિકન લેતી આવજે, હું ડુંગળી કાપીને રાખું છું. પછી થોડી વાર પછી એક વિડીયો કોલ આવે છે..અને જ્યોતિ એ કોલ પર જ ફાંસી લગાવી લીધી. પરિવારજનોનું કહેવું છે કે જ્યોતિ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી હતી અને વાત કરતી વખતે તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ બનાવ બિહારના ભાગલપુરના બરારી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના છોટી ખંજરપુરમાં એક પીજીમાં રહેતી જ્યોતિ નામની એક છોકરીએ આત્મહત્યા કરી હતી. તે બાંકાના બેલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારના સેવક ગોલા ગામની રહેવાસી હતી અને ભાગલપુરમાં રહીને અભ્યાસ કરતી હતી. જ્યોતિ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને ડોક્ટર બનવા માંગતી હતી.

રૂમ પાર્ટનરને ચિકન લાવવા કહ્યું
પીજીમાં તેની સાથે રહેતી યુવતીએ જણાવ્યું હતું કે તે સોમવારે બપોરે 2 વાગે બજારમાં જઈ રહી હતી. ત્યારે જ્યોતિએ કહ્યું કે તું માર્કેટ જતી હોય તો ચિકન લઈ આવજો, હું ડુંગળી સમારેલી રાખું છું. 5 વાગ્યે જ્યારે રૂમ પાર્ટનર પરત આવી ત્યારે તેણે જોયું કે દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી અવાજ કરવા છતાં દરવાજો ન ખૂલતાં તેણે બારીમાંથી ડોકિયું કર્યું, તો તેના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. જ્યાં જ્યોતિની લાશ પંખા સાથે લટકતી હતી.

પંખા સાથે દોરડા વડે ફાંસો ખાધો
જ્યોતિએ પંખા સાથે દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ પીજી ડાયરેક્ટર તરાણી મંડળને માહિતી આપતા તેણે તરત જ બુરારી પોલીસ સ્ટેશનને જાણ કરી, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. માહિતી મળ્યા બાદ એફએસએલની ટીમ પણ પહોંચી હતી જ્યાં તેઓએ સેમ્પલ એકત્ર કરી તપાસ માટે પોતાની સાથે લઈ ગયા હતા.

દિવસના 11 વાગે માતા સાથે વાત કરી
જ્યોતિના પિતાએ જણાવ્યું કે જ્યોતિએ આત્મહત્યાના દિવસે 11 વાગે તેની માતા સાથે વાત કરી હતી. માતાએ જ્યોતિને પૂછ્યું કે શું તે ભોજન કર્યું તો જ્યોતિએ જવાબ આપતા કહ્યું કે હા મા મેં ઈંડા અને ભાત ખાધા છે. તે સમયે પણ જ્યોતિએ તેની કોઈ સમસ્યા તેની માતાને કહી ન હતી, તેણીએ નોર્મલ વાતચીત કરી હતી.

પિતાએ કહ્યું- કોઈને પ્રેમ કરતી હતી તો મને કહ્યું હોત તો સમાધાન
પિતા રામચંદ્ર સાહે જણાવ્યું કે મને શંકા છે કે જ્યોતિએ કોઈ સાથે પ્રેમ પ્રકરણમાં પોતાનો જીવ આપી દીધો. જો તે કોઈના પ્રેમમાં હોય અને તેને કોઈ સમસ્યા હતી તો એકવાર મને કહેત અને હું તેનો ઉકેલ લાવી દેત. હું મારી દીકરીના નિર્ણય પર તેની સાથે રહેત.

લાશ જોઈ નાની બહેને કહ્યું- પાપા શું થયું દીદીને…
મૃતક જ્યોતિને ગઈકાલે (મંગળવારે) પોસ્ટમોર્ટમ માટે JLNMCH લાવવામાં આવી હતી. ત્યાં બહેનની લાશ જોઈને તેની નાની બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અને પિતાને પૂછવા લાગી કે દીદીને શું થયું છે. જુઓને પાપા દીદીનો ચહેરો એકદમ લાલ થઈ ગયો છે.

ડોક્ટર બનવા માંગતી હતી
મૃતકના પિતા રામચંદ્ર સાહે જણાવ્યું કે જ્યોતિ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. નવોદયમાં 5 વર્ષ અભ્યાસ કર્યા બાદ તેણે ભાગલપુરમાં બાયોલોજીમાં 12મું ભણવાનું નક્કી કર્યું હતું. જ્યોતિ 12મા પછી મેડિકલની તૈયારી કરીને ડોક્ટર બનવા માંગતી હતી. જ્યોતિ છેલ્લા એક વર્ષથી ભાગલપુરમાં અભ્યાસ કરતી હતી. 15 દિવસ પહેલા નવી પીજીમાં શિફ્ટ થઈ હતી.

જ્યોતિ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને ડોક્ટર બનવા માંગતી હતી. મૃતકના પિતા રામચંદ્ર સાહ અને મામા નટવર સાહ સહિત પરિવારના અન્ય સભ્યોએ સ્વીકાર્યું હતું કે પ્રેમ સંબંધના કારણે પુત્રીએ આત્મહત્યા કરી છે.

error: Content is protected !!