દીકરો બળીને ભડથું થઈ ગયો, અજાણ હતી મા, બોલી–હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થતાં જ પુત્રને હાથમાં લઈશ…
માતા બનવાની અનુભૂતિ દરેક સ્ત્રી માટે ખાસ હોય છે. તે 9 મહિના સુધી તેના બાળકને પેટમાં રાખે છે. આ પછી, જ્યારે ડિલિવરી થાય છે, ત્યારે તેણીને લાગે છે કે તે બાળકને હંમેશા તેની છાતીએ લગાવીને રાખશે, તેને ખૂબ લાડ કરશે. આવી જ એક માતા છે સોનાલી મસાણે, જેણે હજુ સુધી પોતાના બાળકને જોયુ પણ નથી. તે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
તે બોલી રહી છે કે ડિસ્ચાર્જ થતાં જ હું મારા હ્રદયનાં ટુકડાને મારા ખોળામાં લઈશ, હું તેને મારી છાતીએ લગાવીશ, બહુજ બધો પ્રેમ કરીશ. પરંતુ તે ગરીબ માતાને ખબર નથી કે તેનો પુત્ર હવે આ દુનિયામાં નથી. તેને હજુ પણ લાગે છે કે તે જીવિત છે. તો ચાલો જાણીએ આંખોમાં આંસુ લાવી દેનારી આ દુઃખદ ઘટના વિશે.
હમીદિયા અગ્નિકાંડમાં 13 બાળકોનાં થયા મોત
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની કમલા નેહરુ હોસ્પિટલમાં સોમવારે 8 નવેમ્બરે આગ લાગી હતી. આ આગમાં થોડી જ સેકન્ડોમાં 13 માતાઓનો ખોળો ખાલી થઈ ગયો હતો. આમાંની કેટલીક માતાઓ એવી પણ છે કે જેમણે પોતાના બાળકને છાતીએ લગાડ્યા પણ ન હતા. ભોપાલના બાગસેબનિયા વિસ્તારની રહેવાસી સોનાલી મસાણે પણ આવી જ એક માતા છે.
હંમેશા માટે અલગ થયા માતા-પુત્ર
સોનાલી મસાનેએ ભોપાલની સુલ્તાનિયા જનાના હોસ્પિટલમાં 8 નવેમ્બરે એક છોકરાને જન્મ આપ્યો હતો. જોકે, ડિલિવરી બાદ પુત્રની તબિયત બગડી હતી. જેના કારણે નવજાતને કમલા નેહરુ હોસ્પિટલના એસએલસીયૂમાં દાખલ કરવામાં આવ્યો હતો. તો, તેની માતા હજુ પણ જનાના હોસ્પિટલમાં દાખલ છે. માતાને ખબર નથી કે તેના બાળકનું હોસ્પિટલમાં આગમાં મૃત્યુ થયું છે. તેના પતિ અરુણ મસાણેએ કહ્યું કે મારામાં એટલી હિંમત નથી કે હું પત્નીને બાળકના મૃત્યુ વિશે સત્ય કહી શકું.
માતા બાળકને મળવા આતુર છે
બાળકના મૃત્યુથી અજાણ, માતા તેના હ્રદયનાં ટુકડાને મળવા માટે તલપાપડ છે. મીડિયા સાથે વાત કરતાં તેણીએ કહ્યું કે, “હું જલ્દી જ જવાની છું. પછી હું સીધી મારા બાળકને મળવા જઈશ. હું તેને મારા ખોળામાં લઈશ અને મારી છાતીએ લગાવીશ.”
માસીએ કહ્યુ બાળક મર્યુ નથી
પીડિત મહિલાની માસીએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ તેનું બાળક ઠીક હતુ. જોકે, બીજા દિવસે તેમને કહેવામાં આવ્યું કે તમારું બાળક મૃત્યુ પામ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખવામાં આવ્યું છે. જોકે, પૂનમ ત્યાં ગઈ ત્યારે તેણે લાશને ઓળખવાની ના પાડી હતી. તેણે કહ્યું કે આ લાશ સોનાલીના બાળકની નથી. આવી સ્થિતિમાં ડોક્ટરોએ મહિલા અને બાળકના ડીએનએ સેમ્પલ લીધા છે. તેની તપાસ થશે અને પરિણામ આવ્યા બાદ જ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.