પ્રેમી પંખીડા ભૂલ્યા ભાન, ચાલતી બાઈક પર કરવા લાગ્યા ચુંબનો, કરી દીધી તમામ હદ પાર

એક યુવક-યુવતીનો ચાલુ બાઈકે લવ સીન હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક કપલ ચાલુ બાઈકે ફિલ્મોમાં જોવા મળે છે તે રીતે રોમેન્સ કરી રહ્યું છે. કપલની બેશર્મ હરકતો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. જોકે આ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ પણ આ કપલને શોધવા લાગી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો ભોપાલના પ્રખ્યાત વીઆઈપી રોડનો છે.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કપલ ચાલુ બાઈકે ફિલ્મોમાં જોવા મળે છે તે રીતે રોમેન્સ કરી રહ્યું છે. રોમાન્સની તમામ હદો પાર કરતો આ 14 સેકન્ડનો વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. કપલની બેશર્મ હરકતો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી. હવે પોલીસ આ કપલની શોધમાં છે.

મળતી માહિતી મુજબ આ વીડિયો મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના વીઆઆપી રોડનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં એક યુવતી બાઈકની ટાંકી પર બેઠી છે અને તેનું મોઢું બાઈક ચલાવતા યુવક સામે છે. યુવક પણ સામે બેઠેલી યુવતીને ગળે લગાવીને બાઈક ચલાવી રહ્યો છે. જ્યારે બંને વીઆઈપી રોડ પર જતી એક કારની નજીક પહોંચ્યા તો કારચાલકે તેમનો વીડિયો બનાવી લીધો.

વીડિયોમાં એક યુવતી બાઈકની ટાંકી પર બેઠી છે અને તેનું મોઢું બાઈક ચલાવી રહેલા યુવક તરફ છે. યુવક પણ સામે બેઠેલી યુવતીને ગળે લગાવીને બાઈક ચલાવી રહ્યો છે. તેઓ જ્યારે વીઆઈપી રોડ પર ચાલી રહેલી એક કારની નજીક પહોંચ્યા ત્યારે કારમાં સવાર શખ્સે તેમનો વીડિયો ઉતારી લીધો હતો.

ભોપાલ નોર્થ એસપી વિજય કુમાર ખત્રીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં ખતરનાક રીતે બાઈક ચલાવવાનો એક વીડિયો વાયરલ થયો છે. હાલ તે વીડિયો ક્યારે અને કોણે ઉતાર્યો તથા બાઈક પર સવાર કપલ કોણ છે તે વિશે કોઈ માહિતી નથી મળી. હાલ પોલીસ વીઆઈપી રોડ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે જેથી બાઈકનો નંબર ટ્રેસ કરી શકાય અને યુવક-યુવતીને ઓળખી શકાય.

error: Content is protected !!