ભાવનગરના પરિવારે અપનાવ્યો અનોખો આઈડિયા, બનાવી એવી લગ્ન કંકોત્રી કે લગ્ન બાદ બની જશે…

હાલ લગ્નની સિઝન પુર બહારમાં ખીલી છે. ત્યારે લોકો પોતાના લગ્નમાં શાનદાર રીતે કે બીજા કરતા અલગ અંદાજમાં થાય તે રીતે આયોજન કરતા હોય છે, આવા જ એક જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને વિક્રમભાઈ ડાભીએ પોતાના નાનાભાઈના લગ્ન નિર્ધારિત કર્યા છે. ત્યારે તેણે લગ્નની કંકોત્રી ચકલીના માળા વાળી બનાવી છે.

લગ્નમાં લોકો ઘણા ખર્ચો કરતા હોય છે, પરંતુ એક તરફ જ્યાં લગ્નમાં લોકો હજારો રૂપિયાની કંકોત્રી બનાવતા હોય છે, ત્યારે ભાવનગરના એક પરિવારે એવુ વેડિંગ કાર્ડ બનાવ્યુ છે જેનો સીધો ફાયદો ચકલીને થાય છે. લગ્ન બાદ આ વેડિંગ કાર્ડ ચકલીનો માળો બની જાય છે, જેમા ચકલી વસવાટ કરી શકશે.

ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા સરતાનપર બેઠકના ભાજપના સભ્ય વિક્રમભાઈ નાનજીભાઈ ડાભીએ પોતાના ઘરમાં લગ્નના પ્રસંગમાં પ્રકૃતિને બચાવવામાં ઉપયોગ કર્યો છે. જેમાં વિક્રમભાઈના નાના ભાઈ ઘનશ્યામભાઈના લગ્ન આગામી 7 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા છે. વિક્રમભાઈએ પોતાના ભાઈની કંકોત્રી ચકલીના માળા જેવી બનાવડાવી છે. આ કંકોત્રી એક ચકલીનો બની જાય અને ઘરમાં રાખી ટીંગાડી શકાય છે.

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ તરફથી તળાજા તાલુકાના સરતાનપર ગામની બેઠક પરથી જીત મેળવ્યા બાદ વિક્રમભાઈ ડાભી જિલ્લા પંચાયતમાં હાલ આરોગ્ય કમિટીના નાની વયના ચેરમેન છે. વિક્રમભાઈએ જણાવ્યું હતું કે, આજે ચકલી લુપ્ત થતી જાય છે. મારા ભાઈ ઘનશ્યામના લગ્ન છે.

ત્યારે આમ તો કંકોત્રી પસ્તીમાં જતી હોય છે ચકલીના માળાને ફરતે કંકોત્રી છાપી નાખવામાં આવી છે. ત્યારબાદ તે પુઠાને લેમીનેશન કરવામાં આવે છે. આ એક કંકોત્રી અંદાજે 40થી 50 રૂપિયા આસપાસ પડે છે. આ કંકોત્રી તેણે રાજકોટ કંકોતરી છપાવી છે.

આ અંગે વિક્રમભાઈને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, મે મારા મિત્રને ત્યાં આવી કંકોત્રી જોઈ હતી જેને લીધી મને આ વિચાર આવ્યો છે. એમાંય હું પ્રકૃતિપ્રેમી છું, આ કંકોત્રીમાં વૃક્ષો, સ્વચ્છ ભારતના સંદેશો, પક્ષીઓના સંદેશાઓ આપવામાં આવ્યા છે. આ માટે તેઓ દરેક મહેમાનને કંકોત્રી આપતા સમયે તેનુ મહત્વ સમજાવી રહ્યાં છે, જેના લોકો વખાણ કરી રહ્યાં છે.

લગ્નની કંકોત્રીને ચકલીના માળાની સ્ટાઈલમાં છપાવવા માટે તેમણે અનેક પ્રકારે રિસર્ચ કર્યુ હતું. તેના બાદ રાજકોટમાં કંકોત્રી છપાવવામાં આવી હતી. લોકો અત્યારે લગ્ન પહેલા જ પોતાના ઘર બહાર મૂકી રહ્યા છે અને ચકલીઓ પણ આ માળામાં આવી રહી છે. તેવું મને મારા સગા-સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું છે તેથી મને ખુબ જ આનંદ થયો હતો અને મેં જે આ કાર્ય કર્યું તે સિદ્ધ થતું હોય તેવું લાગી રહ્યું છે.

error: Content is protected !!