ગુજરાતનો બહાદુર જવાન શહીદ, વીર યોદ્ધાને ભાવભીની શ્રદ્ધાંજલી સાથે સો સો સલામ
ભાવનગરઃ ભાવનગરથી મોટા ખોખરા ગામના વતની વીર જવાન પરેશભાઈ નાથાણી નું ગઈકાલે આકસ્મિક રીતે હાર્ટ એટેક આવતા અવસાન થયું હતું, આ જવાન જમ્મુનાં 68 આર્મડ રેજિમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા.
થોડા દિવસ પહેલા જ બે મહિનાની રજા લઇ પરત ભાવનગરના મોટા ખોખરા ગામે પોતાના વતને આવ્યા હતા, તે દરમિયાન આર્મી જવાન નું અવસાન થતાં પુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, વાણંદ સમાજ નું ગૌરવ એવા પરેશભાઈ નાથાણી 17 વર્ષથી આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતાં, માત્ર બે જ વર્ષ રિટાયરમેન્ટ ના બાકી રહ્યા હતા.
તે દરમિયાન હાર્ટએટેકનો હુમલો આવતા અવસાન થયું છે, આર્મી મેન જમ્મુનાં કાલુચક રેજી મેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા પરિવારમાં એક દીકરો નમન ઉમર વર્ષ 8 અને એક દીકરી જીયા ઉંમર વર્ષ 4 તેમજ પરિવારમાં અન્ય સભ્યો એવા અવસાન થયેલ આર્મી જવાન ના મોટા ભાઈ પણ પાનાગઢ વેસ્ટ બેંગાલમાં દેશના સીમાડાની રક્ષા કરી રહ્યા છે.
આર્મી જવાન પરેશભાઈ નાથાણીના પાર્થિવ દેહને આજે મોટા ખોખરા ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતાં યુવાનના અંતિમયાત્રામાં પુરુ ગામ જોડાયું હતું,
આર્મી જવાન ના અવસાનથી પુરા ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ દુઃખની વાત એ છે કે માતૃભૂમિની રક્ષા કરતા આવા વીર યુવાનના અંતિમ સંસ્કારમાં ભાવનગરના એક પણ રાજકીય વ્યક્તિ જોડાયા ન હતા.