ભત્રીજાના પ્રેમમાં અંધ બની કાકી, બીયર પીવડાવીને પતિને મારી નાખ્યો, આખી રાત ભત્રીજા સાથે…

હત્યાનો એક હમચાવી દેતો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. કાકીને તેના ભત્રીજા સાથે આંખ મળી ગઈ હતી. ભત્રીજા સાથે મળીને પત્નીએ પતિનું મોં દબાવીને હત્યા કરી દીધી હતી. પત્ની આખી રાત પતિની લાશ સાથે સૂતી રહી. આટલું જ નહીં સવારે સાસુ-સસરાને પરોઠા ખવડાવીને ખેતર મોકલી દીધા હતા. પછી પતિ મરી ગયો હોવાનું નાટક કર્યું હતું. ભત્રીજો પણ આ ડ્રામામાં સામેલ થયો હતો. મોબાઇલ સ્વિચ ઓફ કરીને પત્ની દેખાડો કરવા પતિનું માથું ખોળામાં રાખીને રડતી હતી. આ બનાવે આખા શહેરને હચમચાવી દીધા હતા.

આ કિસ્સો હરિયાણાના પાણીપત જિલ્લામાંથી બન્યો છે. જિલ્લાના ધૂપસિંહ નગર કોલોનીમાં એક યુવકના શંકાસ્પદ સંજોગોમાં મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અનૈતિક સંબંધોના કારણે પત્નીએ જ પ્રેમી ભત્રીજા સાથે મળીને પતિનું ગળું દબાવ્યું હતું. રાત્રે પત્ની સાથે સૂતી હતી અને સવારે બોલી કે તે કેવી રીતે મરી ગયો તે ખબર ન પડી.

પોસ્ટમોર્ટમમાં હત્યાના કારણો બહાર આવતાં પોલીસે આરોપી પત્ની સંગીતા અને પ્રેમી ભત્રીજાની ધરપકડ કરી હતી. આ હત્યામાં મૃતકની પત્ની અને ભત્રીજો બંને સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. હત્યા પાછળ કાકી અને ભત્રીજા વચ્ચેના ગેરકાયદે સંબંધો મુખ્ય કારણ હતું. બંનેએ સંબંધોને કલંકિત કરતા શારીરિક સંબંધ તો બનાવ્યા જ, પરંતુ તેમના પ્રેમપ્રકરણમાં અડચણરૂપ બનેલા પતિને કાકી અને ભત્રીજાએ મળીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

મરતા પહેલા તેણે મૃતકને બિયરમાં નશાની ગોળીઓ ભેળવીને પીવડાવી હતી, જ્યારે પરિવારના બાકીના સભ્યોને પણ દવા ખવડાવીને ગાઢ નિંદ્રા સૂવડાવી દીધા હતા અને આખો પરિવાર ગાઢ નિંદ્રામાં સૂતો હતો ત્યારે બંનેએ પતિનું ગળું દબાવી હત્યા કરી હતી.

બંને વચ્ચે આડાસંબંધો હતા
ડીએસપી હેડ ક્વાર્ટર સતીશ વત્સે જણાવ્યું કે લગભગ 7-8 મહિના પહેલા કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમપ્રકરણ શરૂ થયું હતું અને બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધો બંધાયા હતા. મહિલાના પતિ અનિલને બંને વચ્ચેના આ સંબંધો પર શંકા હતી, જેના કારણે બંને કાકી અને ભત્રીજાએ મળીને તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો અને બિયરમાં નશાની દવા ભેળવીને પીવડાવી હતી જ્યારે પરિવારના અન્ય સભ્યો પણ ખાવામાં નશીલી દવા ભેળવીને આપી દીધી હતી.

કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
ત્યાર બાદ જ્યારે અનિલ ગાઢ ઊંઘમાં હતો ત્યારે બંનેએ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં ભત્રીજા સચિનને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે.

error: Content is protected !!