16 વર્ષીય કિશોરીને ખેતરમાં લઈ જઈ 8 હેવાનોએ પીંખી નાખી, ગુજરાતની હચમચાવતી ઘટના

ગુજરાતમાં વધુ એક હિચકારી ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઈ જવાના બહાને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું. તેમજ અન્ય 7 શખ્સોને બોલાવી કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

આ ઘટનાની પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે એક શખ્સે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી આ શખ્સને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. 16 ફેબ્રુઆરીની રાત્રે આ શખ્સ ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ કિશોરી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે શખ્સ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.

પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને નરાધમે ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ 7 શખ્સોએ પણ કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી.

પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી. જેણે પરિવારને આપવીતી કહેતા માતા-પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને કિશોરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા-પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.

​​​​​​​ઝઘડીયા પોલીસ સ્ટેશમાં આઈપીસી કલમ 363, 366, 376 (D),114 અને પોસ્કો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 8 નરાધમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. આ બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.

આ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરનારા ઝઘડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી એચ વસાવાનો સંપર્ક કરવામાં આવતા આરોપીઓની ધરપકડ અને ગુનાની તપાસની દિશા અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે વિશાલ વસાવાએ સગીરાને બોલાવી બાઈક પર ફરવા લઇ ગયો હતો. જ્યાં તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના મિત્રોને બોલાવતા વધુ 7 મિત્રોએ પણ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના સંદર્ભે હાલ તપાસ ચાલી રહી છે. પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આરોપીને પણ હસ્તગત કરવાની કવાયત ચાલી રહી છે. વિશાલ વસાવા સિવાયના અન્ય 7 આરોપીની ઓળખ પરેડ કરવામાં આવશે. ફોરેન્સિક તેમજ ટેકનિકલ સહીત તમામ પાસા ધ્યાને લઇ તપાસ કરાઈ રહી છે.

પિડીતાની માતાએ જણાવ્યું હતું કે હું તે સાંજે ઘરે હતી તે વેળાં એક સંબંધીએ મને ફોન કરીને જાણ કરી હતી કે, તમારી પુત્રી એક યુવાન સાથે બાઇક પર ગઇ છે. જેને અન્ય લોકો સાથે તેને શોધવા નિકળતા કેનાલ પાસે લોકોનો અવાજ સાંભળતા અમે તે તરફ ગયા તો અમને જોઇને બાઇક પર યુવાનો ભાગી ગયાં હતાં. મારી પુત્રી ત્યાંથી મળી આવી હતી. ભાગી ગયેલાં પૈકી એક યુવાનનો શર્ટ અને મોબાઇલ અમને સ્થળ પરથી મળ્યો હતો.

​​​​​​​ઘટનાને પગલે ઝઘડિયા પોલીસે તુરંત એક્શનમાં આવી લોકલ પોલીસની ત્રણ ટીમો બનાવી હતી. જેમાં વિકાસ જમાદારની ટીમે ધારોલીથી વિશાલ, પીઆઇ પી. એચ વસાવાની બીજી ટીમે મોરતળાવથી કમલેશની જ્યારે પીએઆઇ બીએન વસાવાની ત્રીજી ટીમે માંડવાથી અન્ય 6 આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસે તમામ આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવવાની કવાયત હાથ ધરી છે. બીજી તરફ એફએસએલની ટીમે સ્થળ મુલાકાત લઇ બનાવની જગ્યાએથી વિવિધ પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી હતી.

ગેંગરેપના આરોપીના નામ અને રહેવાસી
1)વિશાલ ચંદ્રેશ વસાવા – ધારોલી, ઝઘડિયા, 2)કમલેશ ચંદ્રેશ વસાવા – મોરતળાવ, ઝઘડિયા, 3)કાર્તિક પ્રવીણ વસાવા – માંડવા, અંક્લેશ્વર, 4)મનોજ મુકેશ વસાવા – માંડવા, અંક્લેશ્વર, 5)ભાવિન સુરેશ વસાવા – માંડવા, અંક્લેશ્વર, 6)અક્ષય રાજુ વસાવા – માંડવા, અંક્લેશ્વર, 7)મેહુલ કલ્પેશ પટેલ – માડવા, અંક્લેશ્વર અને 8)શાહિલ શબ્બીર મોગલ – માંડવા, અંક્લેશ્વર.

error: Content is protected !!