લતા મંગેશકરના અંતિમ વિધિ વખતે મોટી ભૂલ થઈ, ચાહકોનો રોષ ફાટી નીકળ્યો, તસવીરોમાં ખાસ

સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું. નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’થી પાર્થિવ દેહ શિવાજી પાર્ક સ્મશાન લાવવામાં આવ્યો. શિવાજી પાર્ક સ્મશાન ગૃહે તેમની અંતિમ વિધિ થશે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા રહ્યા છે. વડા પ્રધાન મોદી, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, પરિવારજનો સાથે સેલેબ્સ અહીં પહોંચ્યા છે. સ્મશાન ગૃહ પર લાગેલા લતાજીના પોસ્ટર પર તંત્રની એક ગંભીર ભૂલ સામે આવી છે. લતાજી અપરિણિત હતા તેમ છતાં પોસ્ટરમાં તેમના નામની આગળ શ્રીમતી લખાઈ ગયું.

તંત્રને પોતાની ભૂલ સમજાતાં તાત્કાલિક ધોરણે શ્રીમતી હટાવી ભારત રત્નનું થીગડું માર્યું છે. શિવાજી પાર્ક ખાતે સચિન તેંડુલકર, શાહરુખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મનસેના પ્રમુખ રાજ ઠાકરે, NCPના પ્રમુખ શરદ ઠાકર, કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતની હસ્તીઓ હાજર છે.

6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મુકાયો હતો.

ત્યારબાદ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો. હજારો લોકોએ ભીની આંખે લતા દીદીની અંતિમ સફરમાં સાથ આપ્યો હતો. શિવાજી પાર્ક ખાતે બંદૂકોની સલામી સાથે લતા મંગેશકરને તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરે તેમને મુખાગ્નિ આપ્યો હતો. સાંજે 7.16 વાગ્યે લતાજી પંચતત્વમાં વિલીન થયા હતા. હૃદયનાથને તેમના દીકરા અને લતાદીદીના ભત્રીજા આદિત્યએ ટેકો આપ્યો હતો.

PM નરેન્દ્ર મોદીએ પણ મુંબઈના શિવાજી પાર્ક ખાતે પહોંચીને લતા મંગેશકરના પાર્થિવ દેહને પોતાની અંજલિ આપી અને લતાદીદીના શોકાતુર પરિવારજનોને પોતાની સાંત્વના પાઠવી હતી.

શિવાજી પાર્ક ખાતે સચિન તેંડુલકર, શાહરુખ ખાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, મનસેના પ્રમુખ રાજ ઠાકરે, NCPના પ્રમુખ શરદ ઠાકર, કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતની હસ્તીઓ મોજુદ છે. તેમણે પણ પોતપોતાની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને લતાદીદીનાં અંતિમ દર્શન કર્યાં હતાં.

લતા મંગેશકરના વિશાળ પોસ્ટર સાથે ફૂલોથી શણગારેલા ટ્રકમાં તેમનો પાર્થિવ દેહ અંતિમ સફરે નીકળ્યો હતો. તેમની આ આખરી સફરમાં સામેલ થવા હજારો લોકો અશ્રુભીની આંખે ‘લતા દીદી અમર રહે’ના નારા સાથે ચાલ્યા હતા. લોકોએ પોતાનાં ઘરનું સ્વજન ગુમાવ્યું હોય એવી ભાવના સાથે શબવાહિનીના ટ્રક સાથે સાથે કદમ મિલાવ્યા હતા..

બોલિવુડે શ્રદ્ધાંજલિ આપી
ગીતકાર સ્વાનંગ કિરકિરે, અક્ષય કુમાર, તરણ આદર્શ, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, અનિલ કપૂર, હેમા માલિની, ધર્મેન્દ્ર, અને શત્રુધન સિન્હા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

error: Content is protected !!