ફોટાને સ્પર્શ કરી દર્શન કરો તમામ દુઃખોનો થશે અંત, છોડીને ન જતા નહીંતર લાગશે મહાપાપ

શ્રી કૃષ્ણને હિન્દુ ધર્મના દેવ અને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. લોકો તેને શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકાધીશ, કન્હૈયા વગેરે નામે ઓળખે છે. તેમણે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણનો અવતાર લીધો હતો. શ્રી કૃષ્ણનો જન્મ ખૂબ જ મુશ્કેલ અને ભયંકર સંજોગોમાં થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણની વાત કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણને લીલાધર પણ કહેવામાં આવે છે. કેમકે તેમણે પોતાની અલગ-અલગ લીલાઓથી ઘણા રાક્ષસનો નાશ કર્યો હતો. ત્યારે આવી જ એક કૃષ્ણલીલા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ…

ભગવાન શ્રીકૃષ્ણની 8 રાણીઓ હતી. તેઓ તેમની ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી તેમના મહેલમાં રહેતાં હતાં. એક દિવસ અચાનક ઇન્દ્રદેવ તેમની પાસે આવ્યા અને જણાવ્યું કે, ભૌમાસુર રાક્ષસ સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહ્યો છે. તેની આગળ જીતવું લગભગ અસંભવ જેવું છે. જો તે જીતી જશે તો આખા જગત પર રાજ કરશે…

ઇન્દ્રદેવે વધુમાં કહ્યું હતું કે, આ ભૌમાસુર રાક્ષસ અલગ-અલગ પ્રદેશના રાજાઓની તથા પ્રજાની સુંદર કન્યાઓને પોતાની સાથે લઈ જાય છે. આ ઉપરાંત તેણે બધા જ દેવતાઓના શસ્ત્રો પણ છીનવી લીધા છે. હવે માત્ર તમે જ અમારા તારણહાર છો, તમેજ તેનો આતંક દૂર કરી શકો છો…

ત્યારે ભગવાન કૃષ્ણ એક પણ શસ્ત્ર લીધા વિના ભૌમાસુર રાક્ષસનો અંત કરવાનું નક્કી કરે છે. પત્ની સત્યભામા અને ગરુડની માથે તેલની ટાંકી ભરીને ભૌમાસુર રાક્ષસનો અંત કરવા પહોંચી જાય છે.

તમને જણાવી દઈએ કે સત્યભામાને શસ્ત્ર બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે, ભૌમાસુરને વરદાન હતું કે તેનો વધ માત્ર એક સ્ત્રી જ શકે… ભૌમાસુરના છ પુત્ર હતા તેઓને તો સત્યભામાની સુંદરતા એ જ હરાવી દીધા હતા.

આમ સત્યભામાની મદદ લઈને ભગવાન શ્રીકૃષ્ણે ભૌમાસુર રાક્ષસનો અંત કર્યો હતો અને ત્યા બંધક બનાવામાં આવેલી 16100 કન્યાઓને છોડાવી લાવ્યા હતા.

જ્યારે ધરતી પર પાછા ફર્યા ત્યારે બધા જ લોકોએ આ 16100 કન્યાઓને અપનાવાની મનાઈ કરી હતી. અને તેમના ચરિત્ર પર સવાલો ઊભા કર્યા હતા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને પોતાના મહેલમાં શરણ આપી હતી. આ તમામ 16100 કન્યાઓએ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માન્યા હતા. આ જ કારણે ભગવાન શ્રીકૃષ્ણની 16108 પત્નીઓ (ગોપીઓ) ગણવામાં આવે છે.

શ્રી કૃષ્ણ ગોકુલમાં ગોપીઓ સાથે રાસ લીલા રમતા અને તેમની વાંસળી વગાડતા. બધા ગોકુલ નિવાસીઓ, પ્રાણીઓ અને પક્ષીઓ વગેરે તેમની વાંસળીની ધૂન સાંભળીને ખૂબ આનંદ થયો અને તેઓ આ અવાજને ખૂબ જ ચાહતા. શ્રી કૃષ્ણ ગોકુલમાં રાધાને ચાહતા હતા.

error: Content is protected !!