20 વર્ષ નાના વિદ્યાર્થીના પ્રેમમાં પાગલ હતી મહિલા પ્રોફેસર, કરી લીધા લગ્ન, પછી જે થયું એ વાંચીને હચમચી જશો

હાલમાં એક શિક્ષક અને વિદ્યાર્થીની લવસ્ટોરીની ચારેકોર ચર્ચા થઈ રહી છે. 42 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસરે પોતાનાથી 20 વર્ષ નાના વિદ્યાર્થીના પ્રેમમાં પડી હતી. પ્રોફેસરે ગયા વર્ષે ડિસેમ્બરમાં વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા. જોકે, આ લવ સ્ટોરીનો ઘણો જ કરુણ અંત આવ્યો છે. 14 ઓગસ્ટના રોજ પ્રોફેસરનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો હતો. આ ચોંકાવનારી લવ સ્ટોરી વાંચી રૂંવાડા બેઠા થઈ જશે…

આ ઘટના બાંગ્લાદેશની છે. મૃતક 42 વર્ષીય આસિસ્ટન્ટ પ્રોફેસર ખૈરુન નાહર ખુબજીપુર મોઝમ્મેલ હક કોલેજમાં ફિલોસોફી ડિપાર્ટમેન્ટમાં ભણાવતા હતા. 2021માં તેણે લગ્ન કર્યા અને 14 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશની નટોરના બોલાડીપારા વિસ્તારમાં ભાડાના મકાનમાંથી પ્રોફેસરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતા જ 20 વર્ષ નાના પતિ મામૂનની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રોફેસર ખૈરુન નાહરના પરિવારનો આરોપ છે કે આરોપી મમૂન ડ્રગ્સનો વ્યસની છે. લગ્ન બાદ તેણે બળજબરીથી પાંચ લાખ રૂપિયા અને એક મોટરસાઈકલ લઈ લીધી હતી. 22 વર્ષીય કોલેજ સ્ટુડન્ટ મામૂન હુસૈન સાથે લગ્ન કર્યા બાદ ખૈરુન સ્ટ્રેસમાં રહેતી હતી. મામૂને પોલીસને જણાવ્યું કે તેની પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. જોકે પોલીસને તેના પર શંકા હતી, ત્યારબાદ તેની ધરપકડ કરી હતી.

મમૂન અને નાહરના લગ્ન 12 ડિસેમ્બરે કાઝી ઓફિસમાં થયા હતા. લગ્નના છ મહિના પછી, 31 જુલાઈએ, જ્યારે લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા ત્યારે વિવિધ ચર્ચાઓ અને ટીકાઓ શરૂ થઈ. ત્યારથી ખૈરુન સ્ટ્રેસમાં હતી. ત્યારબાદ 14 દિવસ બાદ જ ખૈરુન નાહરનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતકના ભત્રીજા નાહિદ હુસૈને જણાવ્યું કે મામૂન ડ્રગ્સનો વ્યસની છે. લગ્ન બાદ તેણે 5,00,000 રૂપિયા અને એક બાઇક આપ્યા બાદ પણ તે ફરીવાર મોંઘી બાઇક માગતો હતો. ખૈરુન નાહર આ બાબતને લઈને સ્ટ્રેસમાં હતી.

નાહિદે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તાજેતરમાં ગુરદાસપુરમાં ડ્રગ્સ અંગે કેટલાંક બદમાશો વચ્ચે ઝઘડો થયો હતો અને તેમાંથી એક આરોપી મામૂન હતો. શિક્ષકના સંબંધીઓએ જણાવ્યું હતું કે નવાબ સિરાજ-ઉદ-દૌલા સરકારી કોલેજમાં બીજા વર્ષના વિદ્યાર્થી 22 વર્ષીય મામૂન હુસૈન સાથેના લગ્ન પછી ખૈરુન ખુશ નહોતી.

લગ્નની ટીકા થતી હતી અને તેને ધમકી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ઘટના અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ મામલે ટૂંક સમયમાં જ ખુલાસો કરવામાં આવશે.

error: Content is protected !!