જનેતાને લાંછન લગાવતો કિસ્સોઃ બાળકીના બંને પગ ઘૂંટણથી ઊંધા, માતા-પિતા તેને હોસ્પિટલમાં છોડીને ચાલ્યાં ગયા

મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશના હરદાની જિલ્લા હોસ્પિટલમાં એક અસામાન્ય બાળકી જન્મી છે. બાળકીને બંને પગ ઘૂંટણથી ઊલટા છે. પંજા પીઠ તરફ છે. ડોક્ટર આ કેસને દુર્લભ માની રહ્યા છે. તેનું વજન સામાન્ય બાળકોથી ઓછું 1 કિલો 600 છે. તેને સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ(SNCU)માં દાખલ કરવામાં આવી છે. અસામાન્ય બાળકીના જન્મ પછી બે દિવસથી માતા-પિતા બંને ગુમ છે.

ખિરકિયા બ્લોકના ઝાંઝારી નિવાસી વિક્રમની પત્ની પપ્પીની ડિલિવરી સોમવારે બપોરે 12 વાગ્યે થઈ. તેણે પુત્રીને જન્મ આપ્યો. ડિલિવરી સામાન્ય હતી. જોકે જન્મના સમયથી જ બાળકીના બંને પગ ઊંધા હતા. આ જોઈને ડોક્ટર અને નર્સ ચિંતામાં મુકાયાં હતાં.

ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.સની જુનેજાએ જણાવ્યું હતું કે 5 વર્ષના કેરિયરમાં અત્યારસુધીમાં આવો કેસ આવ્યો નથી. ઈન્દોર-ભોપાલના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટોમાં પણ આને લઈને ચર્ચા છે. તેમનું કહેવું છે કે આ મામલો રેર છે. બાળકનું વજન 1 કિલો 600 ગ્રામ છે. સામાન્ય રીતે જન્મના સમયે બાળકોનું વજન 2 કિલો 700 ગ્રામથી 3 કિલો 200 ગ્રામ સુધી હોય છે.

માતા-પિતા જોવા આવ્યાં નથી
જન્મ પછી બાળકી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને ખતરાથી બહાર છે. જોકે માતા-પિતા તેને છોડીને ચાલ્યાં ગયાં છે. મંગળવારે હોસ્પિટલ પરિસરમાં તેમને શોધવામાં આવ્યાં. માઈકથી જાહેરાત કરવામાં આવી, જોકે તેમની ભાળ મળી નથી. હવે હોસ્પિટલ મેનેજમેન્ટ પોલીસની મદદ લેશે.

ઓપરેશન કરીને પગ સીધા કરવામાં આવી શકે છે
ઈન્દોરના અરબિંદો હોસ્પિટલના હાડકાંના રોગના નિષ્ણાત ડો.પુષ્પવર્ધન મંડલેચાનું કહેવું છે કે આ બીમારી માતાના ગર્ભમાં ઓછી જગ્યા હોવાને કારણે અથવા તો અનુવાંશિક હોઈ શકે છે. આવા પ્રકારના કેસ લાખોમાં એક હોય છે. ઓપરેશન પછી ઘૂંટણોને સીધા કરી શકાય છે. બાળકીને જોયા પછી જ આ અંગે કંઈપણ કહી શકાય છે. અત્યારસુધીમાં મેં આવા પ્રકારનો કેસ જોયો નથી.

error: Content is protected !!