હપ્તાખોરી ખુલ્લી પાડનાર એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો, દંડાવાળી કરી, જુઓ તસવીરો

સુરતમાં શોકિંગ ઘટના સામે આવે છે. જાણીતા એડવોકેટ મેહુલ બોઘરા પર હીચકારો હુમલો કરવામાં આવ્યો છે. ઘટના બાદ એડવોકેટ મેહલુ બોઘરાને માથામાંથી લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાહેર રોડ પર હુમલાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. નોંધનીય છે કે એડવોકેટ મેહુલ બોઘરાએ છેલ્લાં ઘણા સમયથી વાહન ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવતા હપ્તા સામે ઝૂંબેશ છેડી છે.

પ્રાપ્ત વિગત મુજબ સરતના સરથાણા-લસકાણા રોડ પર બીઆરટીએસ પાસે એડવોકેટ મેહુલ બોઘરા પર એક વ્યક્તિ લાકડી લઈને તૂટી પડ્યો હતો. સવારે 11 વાગ્યે આ ઘટના સામે આવી હતી.

એડવોકેટ મેહુલ બોઘરા સરથાણા-લસકાણા રોડ પર ફેસબૂક પર લાઈવ કરી ખુલ્લામાં ઉઘરાણા ચાલતા હોવાનો પર્દાફાશ કરી રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.

એક વ્યક્તિ રીક્ષામાંથી લાકડી લઈને એડવોકેટ મેહુલ બોઘરા પર તૂટી પડ્યો હતો. દોડાવી દોડાવી માર્યા હતા. એડવોકેટને લાકડીના અનેક ફટકા મારવામાં આવ્યા હતા. એડવોકેટ મેહુલ બોઘરા બાદમાં બાઈક પર જ લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમની પાડાપીંડી કરવામાં આવી હતી.

આ અંગે મેહુલ બોઘરાએ જણાવ્યું હતું કે સવારે લપકાણા પોલીસ ચોકી પાસે એક રીક્ષા આડી કરીને ત્રણ પોલીસવાળા અને અન્ય ઈસમો વાહનચાલકોને અટકાવી હપ્તા ઉઘરાવી રહ્યા હતા. આ વખતે તેમણે ત્યાં જઈને આ અટકાવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન સાદા કપડાં પહેરેલી એક વ્યક્તિએ રીક્ષામાંથી દંડો લઈને સીધો હુમલો જ કરી દીધો હતો.

નોંધનીય છે કે એડવોકેટ મેહુલ બોઘરાએ છેલ્લાં ઘણા સમયથી વાહન ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવતા હપ્તા સામે ઝૂંબેશ છેડી છે.

error: Content is protected !!