ગુજરાતના કપડવંજનો જવાન મા ભોમની રક્ષા કાજે શહીદ થયો, પરિવારનું કરૂણ આક્રંદ

કપડવંજ: કપડવંજ તાલુકાના ઘડિયા ગામમાં રહેતા બુધાભાઈ પરમારનાં બે સંતાનો પૈકી જે જયેષ્ઠ પુત્ર હિતેશ પરમાર (ઉં. 32) જે 2011ના વર્ષમાં આર્મીમાં ભરતી થયા હતા અને તેમની પ્રથમ નોકરીનું સ્થળ જલંધર પંજાબ ખાતે આવ્યું હતું. ત્યાર બાદ મા ભોમની રક્ષા કાજે સમગ્ર ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ તેઓ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે.

એક મહિના પહેલાં જ આર્મી જવાન હિતેશ પરમારની પશ્ચિમ બંગાળથી સિક્કિમ ખાતે બદલી થઈ હતી. જ્યારે આર્મી જવાન હિતેશ પરમાર બે મહિના પૂર્વે માદરે વતન ઘડિયા ખાતે એક મહિના જેવી રજા ભોગવીને તેઓ ફરજ પર હાજર રહ્યા હતા. હિતેશભાઈ પરમારે બે દિવસ પૂર્વે તેમની ધર્મપત્ની સાજનબેન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વાતચીતમાં ઘરના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા.

હિતેશભાઈ પરમારના ભાઈ સતીશ પરમારને સોમવારની મોડી સાંજે આર્મી જવાન હિતેશ પરમારના અધિકારીનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેમણે હિતેશ પરમારનું નિધન થયું છે એમ જણાવ્યું હતું. આર્મી જવાન હિતેશભાઈ પરમારના ભાઈ સતીષભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે રાત્રે 9 વાગે અમદાવાદ ખાતે પાર્થિવદેહ આવશે.

લખતર તાલુકાના દેવળિયા ગામના વતની અને સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરજ બજાવતા 52 વર્ષના દલસુખભાઈ ફૂલભાઈ મહેરિયા ફરજ પર હતા ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. તેમને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. ડીવાયએસપી એચ.પી.દોશી અને લખતર પીએસઆઇ એમ.કે. ઈશરાણીની સાથે સુરેન્દ્રનગર તેમજ લખતર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી.

error: Content is protected !!