અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડે દરિયા કિનારે ટુ-પીસમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોતા છુટી જશે પરસેવો

અવાર-નવાર પોતાની હૉટ તસવીરો, વીડિયોઝ અને લાજવાબ ડાન્સના કારણે ચર્ચામાં રહેતી ઇટાલિયન સુપરમોડેલ અને અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રીયાની ફરી એકવાર તેની કેટલીક તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ જ્યોર્જિયા એન્ડ્રીયાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જ્યોર્જિયા સ્વિમસૂટ પહેરીને હોટ અને બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે અને બીચ પર મસ્તી કરતી જોવા મળી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ગોવા વાલે બીચ પર…’ ગીત પણ ચાલી રહ્યું છે. આ વીડિયો શેર કરતા જ્યોર્જિયા એન્ડ્રીયાનીએ કેપ્શનમાં લખ્યું, ‘બીચ મોડ ઓન.

વીડિયો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અભિનેત્રી બીચ પર ફોટોશૂટ માટે ગઈ છે જ્યાં તેણે રેતી પર બેસીને ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા. આ દરમિયાન, તે વીડિયોમાં દોડતી પણ જોવા મળે છે અને તેની સ્ટાઇલ ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે.

જ્યોર્જિયા એન્ડ્રીયાનીની આ પોસ્ટ પર તેના ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘અરે અરે જ્યોર્જિયા, ગોવામાં બધા મરી ગયા હશે’, જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, ‘તમારી અદાઓ કાતિલ છે.’ આ સિવાય ઘણા લોકો જ્યોર્જિયાની આ સ્ટાઇલની પ્રશંસા કરી રહ્યા છે. જ્યોર્જિયાનો આ વીડિયો લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ 24 કલાકની અંદર ટિપ્પણી કરી છે. જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણી વખત તેની તસવીરો શૅયર કરતી રહે છે.

જ્યોર્જિયા એન્ડ્રીયાની તાજેતરમાં જ પ્રખ્યાત ગાયક મીકા સિંહ સાથે જોવા મળી હતી. તે એક મ્યૂઝિક સિંગલ ‘રૂપ તેરા મસ્તાના…’ માં જોવા મળી હતી. લોકોને જ્યોર્જિયાનું આ ગીત ખૂબ ગમ્યું. આ સિવાય શહનાઝ ગિલના ભાઈ શાહબાઝ સાથે જ્યોર્જિયાનું ગીત પણ રિલીઝ થઈ ચૂક્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોર્જિયા બોલીવુડમાં પણ ડેબ્યુ કરવા જઈ રહી છે. તે અભિનેતા શ્રેયસ તલપડે સાથે એક ફિલ્મમાં જોવા મળશે. અગાઉ તે તમિલ વેબ સિરીઝ ‘કેરોલિન એન્ડ કામાક્ષી’માં ઇટાલિયન એજન્ટની ભૂમિકામાં જોવા મળી ચૂકી છે.

જ્યોર્જિયા એન્ડ્રીયાની હાલ બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન સાથે રિલેશનશિપમાં છે. મલાઇકા અરોરાથી અલગ થયા બાદ અરબાઝ ઘણીવાર જ્યોર્જિયા સાથે પણ જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોર્જિયા અને અરબાઝ બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, જોકે બંનેએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યોર્જિયાએ અરબાઝ ખાન વિશે કહ્યું હતું કે, “આ અરબાઝની પોઝિટિવિટી છે જે મને આગળ લઈ જાય છે અને મને બૈલેંસ્ડ રાખે છે. હું પરીઓની દુનિયામાં રહું છું પણ તે વાસ્તવિકતામાં રહે છે અને મને વાસ્તવિક દુનિયામાં પણ લાવે છે.” જ્યોર્જિયાના અરબાઝ ખાન લગભગ 22 વર્ષ મોટા છે.

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાએ વર્ષ 2017માં છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ બંને પોતાની ઈચ્છા મુજબ જીવન જીવી રહ્યા છે. હવે જ્યાં અરબાઝ ખાન જ્યોર્જિયા સાથે રિલેશનશિપમાં છે, ત્યાં મલાઇકા અરોરા અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

error: Content is protected !!