હોટલમાં ચાલતા હતા ગોરખધંધા, જીજા-સાળી સાથે મળીને ચલાવતા હતા સેક્સ રેકેટ, જુઓ તસવીરો

શહેરમાં વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અહીંયા એક હોટેલમાં પોલીસે રેડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, હોટેલમાં સેક્સ રેકેટનો ધંધો ચાલી રહ્યો છે. આ પછી પોલીસે રેડ કરી હોટેલ મેનેજર સહિત 12 લોકોની ધરપકડ કરી છે. જેમાં કેટલાક લોકોને જેલમાં પણ પૂરવામાં આવ્યા છે. જેમાં યુવક અને યુવતીઓ પણ સામેલ છે. તેમની પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તો પોલીસે એક જીજાજી-સાળીની પણ ધરપકડ કરી છે.

બિહાર આરા જિલ્લાના જગદીશપુર વિસ્તારના આરા-મોહનિયા નેશનલ હાઇવે પર નયકા ટોલા સ્થિત હોટલમાં રેડ પાડવામાં આવી હતી. માહિતી મળ્યા પછી SDPO શ્યામ કિશોર રંજનના નેતૃત્વમાં રેડ કરવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી.

રેડ દરમિયાન પોલીસે બે મહિલાઓ, સાત પુરુષ અને ત્રણ યુવતીઓની ધરપકડ કરી છે. SP વિનય તિવારીએ જણાવ્યું કે, આ અંગે તપાસ ચાલી રહી છે અને પકડાયેલાં કેટલાક કપલ્સ પણ છે. હોટેલમાં તપાસ દરમિયાન પોલીસે 21 વર્ષની એક સાળી સાથે 51 વર્ષના જીજાજીને એક સાથે પકડ્યા છે.

પોલીસે બંનેની અલગ-અલગ રીતે પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પોલીસ હોટેલમાં પહોંચી તો બંનેએ દરવાજો ખોલવામાં ઘણી વાર લગાડી હતી. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે બીજુ કઈ જોવા મળ્યું નહોતું.

કહેવામાં આવી રહ્યું છે કે, જગદીશપુરની નયકા ટોલા સ્થિત નિર્મલા હોટેલમાં ઘણાં વર્ષોથી સેક્સ રેકેટનો ધંધો ચાલતો હતો. પોલીસને તેની જાણ પણ નહોતી. હોટેલમાં જગદીશપુર ઉપરાંત બિહિયા, પીરો, માલિયાબાગ અને આરા સહિત ઘણાં વિસ્તારના યુવક-યુવતી અને મહિલાઓ આવે છે. હોટેલમાં એક રૂમનું ભાડું સાતસોથી આઠસો રૂપિયા લેવામાં આવતું હતું.

error: Content is protected !!