સિંગર અલ્પા પટેલના લગ્નની તસવીરો આવી સામે, દુલ્હનના વેશમાં અલ્પાએ ભાવિ પતિનું આ રીતે કર્યું જોરદાર સ્વાગત, જુઓ તસવીરો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલના ઘરે લગ્નની શરણાઈ પણ ગુંજી ઉઠી છે. અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેચંગે ફેરા ફર્યા હતા. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો, જેમાં ગુજરાતની અનેક મોટી સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી.

અલ્પા પટેલના લગ્નની તસવીરો સામે એવી છે.વરરાજા ઉદય ગજેરા ઘોડા પર બેસીને આવ્યા તો દુલ્હન અલ્પા પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. અલ્પા પટેલના લગ્ન અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુજિયાસર ગામે વાજતે ગાજતે લગ્ન યોજાયા હતા.

પીઠીની વિધિમાં પીળા રંગના ડ્રેસમાં અલ્પા પટેલ ખૂબ સુંદર લાગતી હતી. સગાસંબંધીઓએ અલ્પા પટેલને પીઠી ચોળી હતી. અલ્પાએ મિત્રો અને સંબંધીઓ સાથે આ તકે ફોટો પણ પડાવ્યા હતા.

અલ્પા પટેલે આકર્ષક ડિઝાઈન મહેંદી મૂકાવી હતી. જેમાં મહેંદીમાં રાજા-રાણીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. અલ્પા પટેલે મૂકાવેલી મહેંદીની તસવીરો પણ સોશ્યલ મીડિયાં વાઈરલ થઈ રહી છે

અલ્પા પટેલ અને ઉદય ગજેરાએ લગ્નના સાત ફેરા ફરતા પહેલાં મન મૂકીને ગરબાના તાલે દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી. કપલ એકબીજા સાથે ગરબા રમ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા.

અલ્પા પટેલે આછા પિંક કલરની ચણિયાચોળી પહેરી હતી, દુલ્હનના રૂપમાં અલ્પા પટેલ ખૂબ સોહામણી લાગતી હતી. જાનના સ્વાગતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં જાનૈયાઓએ ઢોલના તાલે રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો.

લગ્ન પહેલા સિંગર અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે અલગ અલગ લોકેશન પર શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી છે.

ગયા નવેમ્બરમાં અલ્પા પટેલે પોતાના સોશિયલ મીડિયામાં પોતાની સગાઈની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. .જો કે સિંગર અલ્પા પટેલના પતિ ઉદય ગજેરા વિશે વધુ વિગત મળી શકી નથી.

સિંગર અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંઝીયાસર ગામમાં થયો હતો. અલ્પાપટેલ એક વર્ષના હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. નાની ઉંમરે તેમના પર મોટુ દુ:ખી આવી પડ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી.’

અલ્પા પટેલ સ્વભાવે આધ્યાત્મિક છે. તેમને ભક્તિમય વાતાવરણ પસંદ છે, જેથી તેઓ અવારનવાર સોમનાથની મુલાકાત લે છે.અલ્પા પટેલને મહિલા પ્રતિભા ગૌરવ પુરસ્તાર સહિત 50થી વધુ એવોર્ડ અને સન્માનપત્રો મળી ચૂક્યા છે.

error: Content is protected !!