સિંગર અલ્પા પટેલ આ ખાસ જગ્યાએ ઉપડી હનિમૂન મનાવવા, પતિ સાથે આવી રીતે કરે છે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ

ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેચંગે ફેરા ફર્યાં હતા. સિંગર અલ્પા પટેલે જ્યારથી પ્રભુતામાં પગલાં માંડ્યા છે ત્યારથી તેના ચમક અને નિખાર ઉભરી આવ્યો છે. સેથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને ચહેરા પર એક હળવું સ્મિત તેમની સુંદરતામાં વધારો કરે છે. ત્યારે પ્રભુતામાં પગલાં માંડનાર નવયુગલ હનિમુન મનાવવા માટે ગયું છે જેની તસવીરો અલ્પા પટેલે સોશિયલ મિડીયામાં શેર કરી છે.

તમને જણાવી દઈએ કે અલ્પા પટેલ તેમના લગ્નને લઈને ખુબ જ લાઇમ લાઇટમાં રહ્યા હતા.અલ્પા પટેલ કામમાં બ્રેક લઈને પતિ ઉદય ગજેરા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે હનિમુન પર ગયા છે. ચાહકો પણ નવદંપતિને જીવનની નવી ઈનિંગની શુભકામના પાઠવી રહ્યા છે. અલ્પા પટેલે હનિમુનની કેટલીક તસવીરો પણ શેર સોશિયલ મિડીયામાં શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અલ્પા પટેલે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં એરપોર્ટ ઉપર અલ્પા પટેલ પતિ ઉદય ગજેરા સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરો જોઈને લાગી રહ્યું છે કે અલ્પા પટેલ પતિ ઉદય ગજેરા સાથે પ્રવાસ કે હનિમૂન પર જઈ રહ્યું હોય. કોમેન્ટ સેક્શનમાં તેમના ચાહકો તમેની તસવીરો ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે, તો તેમની જોડીના પણ વખાણ કરી રહ્યા છે.

આ આઇલેન્ડ અતિસુંદર અને રમણીય છે, ત્યારે અહીંયા આવેલ દરેક સ્થાળોની મુલાકાત લેશે અને બંને એકાંતમાં પોતાનો અંગત સમય વિતાવશે અને પ્રેમભર્યા પળોને કેદ કરીને તેમના ચાહક વર્ગ સુધી શેર કરી પહોચાડશે. તેઓ પોતાની હનીમૂન ટ્રીપની તસ્વીરો શેર કરતા રહેશે, જેના દ્વારા પળેપળની ખબર ચાહકોને મળતી રહેશે.એ વાત તો નક્કી છે કે ભાગ્યે જ કોઈ ગાયક કલકાર લગ્ન પછી આ જગ્યાએ હનીમૂન મનાવવા ગયા હોય.

ત્યારે હવે સોશિયલ મીડિયામાં તેમના આ પ્રવાસની કેટલીક તસવીરો પણ સામે આવી છે કપલે સેક્યુલર જેલની મુલાકાત લીધી હતી અને બંને એ શહીદ સ્મારક પાસે તસ્વીર પડાવેલ છે. જેમાં ઉદય ટિશર્ટ અને બ્લુ જીન્સમાં જ્યારે અલ્પાબેન યલો કલરના સ્કર્ટ અને જીન્સ પહેરલ છે. જેમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ ઉપરાંત તેમને કેટલીક અન્ય તસવીરો પણ શેર કરી છે.

આ ઉપરાંત અલ્પા પટેલે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે દરિયા કિનારે જોવા મળી રહ્યા છે, જેમાં તે પોતાના પતિ ઉદય ગજેરનો હાથમાં હાથ પકડી અને ચાલી રહ્યા છે, સાથે જ બેકગ્રાઉન્ડમાં સુંદર ગીત પણ તેમને મૂક્યું છે “સાગર કિનારે” અલ્પાબેન અને તેમના પતિનો આ અંદાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

અલ્પા પટેલના આ લગ્ન 17 ફેબ્રુઆરીનાં રોજ પોતાના ગામ નાના મુંજીયાસરમાં યોજાયા હતા. મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો, જેમાં ગુજરાતની અનેક મોટી સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી.જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, તો અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સાત ફેરા સુધીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

લગ્ન બાદ અલ્પા પટેલ પોતાના પતિ સાથે ખોડિયાર માતાજીના દર્શને ગઈ હતી. લગ્ન બાદ સિંગર અલ્પા પટેલ પોતાના પતિ સાથે ખોડિયાર માતાજીના દર્શને પહોંચ્યા હતાં. જેની તસવીરો અલ્પા પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરાના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. અલ્પા પટેલ અને ઉદય ગજેરા નિકોલના ખોડિયાર માતાજીના મંદિર પહોંચ્યા હતા.

ત્યારબાદ મહા શિવરાત્રીના પવન પર્વ ઉપર અલ્પા પટેલે જૂનગાઢની ભવનાથ તળેટીની અંદર ડાયરામાં પોતાના સુમધુર અવાજથી શિવભક્તોને ઝુમાવ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર નોટોનો વરસાદ થતા પણ જોવા મળ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડયામાં વાયરલ થઈ છે.

સિંગર અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે અલગ અલગ લોકેશન પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. કપલ આ ફોટો એક પછી એક સોશ્યલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. જેનો ફેન્સ ખૂબ લાઈક કરી રહ્યા છે.

ગયા નવેમ્બરમાં કરી હતી સગાઈ
સિંગર અલ્પા પટેલના મંગેતર ઉદય ગજેરા વિશે વધુ વિગત મળી શકી નથી. બંનેએ ગયા નવેમ્બરમાં સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હતી. જેમાં અલ્પા પટેલ અને ઉદય ગજેરાએ ગ્રીન કલરનું મેચિંગ કર્યું હતું. બંનેએ એકબીજાના હાથમાં હાથ પોરવીને ફોટો પડાવ્યા હતા.

ખૂબ સંઘર્ષમય રહ્યું હતું અલ્પા પટેલનું બાળપણ
આજે ગુજરાતભરમાં જાણીતા અલ્પા પટેલની જિંદગી ખૂબ સંઘર્ષ ભરેલી રહી હતી. 1 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા બાદ ઘરનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. ભાઈ અને માતાએ મજૂરી કરી અલ્પા પટેલને ખૂબ સપોર્ટ કર્યો હતો. પહેલા પ્રોગ્રામમાં અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા.

આજે અલ્પા પટેલ પર ડાયરામાં હજારો રૂપિયાનો વરસાદ થાય છે. આજે સંતવાણી અને ડાયરાના પ્રોગ્રામદીઠ 1થી 1.25 લાખની ફી લેતા અલ્પા પટેલના સંઘર્ષથી માંડીને સફળતા સુધીની અજાણી વાતો તમને જાણાવીએ.

સિંગર અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંઝીયાસર ગામમાં થયો હતો. અલ્પાપટેલ એક વર્ષના હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. નાની ઉંમરે તેમના પર મોટુ દુ:ખી આવી પડ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી.

નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું હતું. અલ્પાનો ઉછેર સુરત મામાને ઘરે થયો. મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાએ પીટીસીનો અભ્યાસ કર્યો હતો.

અલ્પાને નાના દ્વારા વારસામાં સંગીતના ગુણો મળ્યા છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલા અલ્પા પટેને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો હતો.

પિતાના અવસાન બાદ માતા અને ભાઈને મદદરૂપ થવા અલ્પા પટેલે નાની ઉંમરમાં સિંગગની શરૂઆત કરી હતી. અલ્પા પટેલ 11 વર્ષની ઉંમરમાં મામાના ઘરે સુરત રહેતા હતા ત્યારે ગાવાનો પહેલો મોકો મળ્યો હતો. સુરતમાં આ પોગ્રામ કરવાના અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા.

સંઘર્ષના દિવસોમાં અલ્પા પટેલ સવારે લગ્નગીત અને સાંજે ડાયરો એમ બે શિફ્ટમાં કામ કરતાં. મહિને પ્રોગ્રામમાં અલ્પા પટેલ ગાતા હતા. બાદમાં અલ્પા પટેલના કંઠના સૂર એવા રેલાયા કે તેઓ ગુજરાતભરમાં ફેમસ થઈ ગયા.

આજે ડાયરા અને સંતવાણીના એક પ્રોગ્રામના અલ્પા પટેલ 1 લાખથી લઈને 1.25 લાખ રૂપિયાની ફી વસૂલે છે. ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઈ જેવા શહેરોમાં પણ સંખ્યાબંધ પ્રોગ્રામ કરનાર અલ્પાબેન પટેલના નામે સતત 10 કલાક ગાવાનો રેકોર્ડ છે.

અલ્પા પટેલ સ્વભાવે આધ્યાત્મિક છે. તેમને ભક્તિમય વાતાવરણ પસંદ છે, જેથી તેઓ અવારનવાર સોમનાથની મુલાકાત લે છે.અલ્પા પટેલને મહિલા પ્રતિભા ગૌરવ પુરસ્તાર સહિત 50થી વધુ એવોર્ડ અને સન્માનપત્રો મળી ચૂક્યા છે.

error: Content is protected !!