એકતરફી પ્રેમમાં પાગલ પાડોશી શાહરૂખે અંકિતાને જીવતી સળગાવી દીધી, તડપી તડપીને માસૂમ દીકરીનું મોત

એક બનાવે આખા દેશને હચમચાવી નાખ્યો છે. એકતરફી પ્રેમમાં પાડોશી શાહરૂખ હુસૈન નામના શખ્સે ઘરમાં સૂતેલી 17 વર્ષીય અંકિતા નામની સગીરા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી. સગીરાનું પાંચ દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારે સવારે મોત નિપજ્યું હતું. મોતના સમાચાર મળતા જ દુમકામાં તંગદિલી છવાઈ ગઈ હતી. દીકરીની અંતિમ સંસ્કારમાં આખું શહેર ઉમટી પડ્યું હતું, જેમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

ઝારખંડના દુમકામાં અંકિતાના મોત પર ભારે બબાલ મચી ગઈ છે. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં લોકો અંકિતાના મોતથી ગુસ્સામાં છે. તમામ લોકો એક જ અવાજમાં હત્યારા માટે ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, મોત પહેલા 12 ધોરણમાં અભ્યાસ કરનાર અંકિતાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી. વીડિયોમાં અંકિતાએ કહ્યું હતું કે, આરોપી શાહરૂખ સવારે પાંચ વાગે મને મારવા માટે પેટ્રોલનું કેન લઈને મારા ઘરે આવ્યો હતો.

શાહરૂખે બારીમાંથી પેટ્રોલ નાખીને આગ લગાવી દીધી હતી
23 ઓગસ્ટના રોજ અંકિતા દુમકાના જરુવાડીહ વિસ્તારમાં તેના ઘરમાં સૂતી હતી. પછી લગભગ 5 વાગ્યાની આસપાસ એકતરફી પ્રેમમાં પાડોશી શાહરૂખ હુસૈને બારીમાંથી પેટ્રોલ નાંખીને સળગાવી દીધી હતી. આગમાં ઈજાગ્રસ્ત અંકિતાને સારવાર માટે પરિવાર ડુમકાની ફૂલ ઝાનો મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક સારવાર બાદ રિમ્સને રેફર કરવામાં આવી હતી.

અધિકારીઓની દેખરેખ હેઠળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
જરુઆડીહ સ્થિત અંકિતાના ઘરેથી સોમવારે સવારે અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. તેને જોતા તેમના ઘરની આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. જીલ્લા નાયબ વિકાસ કમિશનર કરણ સત્યાર્થી, એસ.ડી.એમ મહેશ્વર મહતો આ મામલે નજર રાખી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સેંકડોની સંખ્યામાં મહિલા પોલીસ અને પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ઘટનાના વિરોધમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દુમકા બંધનું એલાન આપવામાં આવ્યું છે. વહીવટીતંત્ર પણ આ અંગે ખૂબ જ સતર્ક છે.

અંકિતાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલા આખી ઘટના જણાવી હતી
હૉસ્પિટલમાં દાખલ કરાયેલી અંકિતાએ તેના મૃત્યુના થોડા કલાકો પહેલાં જ તેની સાથે થયેલી નિર્દયતાની સંપૂર્ણ વાત જણાવી હતી. તેણે કહ્યું કે આ ઘટના 23 ઓગસ્ટના રોજ સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. હું મારા રૂમમાં સૂતી હતી, અચાનક રૂમની બારી નજીકમાં આગની જ્વાળાઓ જોઈને હું ડરી ગઈ હતી. મેં બારી ખોલીને જોયું તો શેરીમાં રહેતો શાહરૂખ હુસૈન હાથમાં પેટ્રોલનું કેન લઈને મારા ઘર તરફ દોડી રહ્યો હતો. ત્યાં સુધીમાં મારું શરીર પણ આગની ઝપેટમાં આવી ગયુ હતુ અને હું ખૂબ જ ગંભીર રીતે દાઝી ગઈ હતી.

10-15 દિવસથી પરેશાન કરી રહ્યો હતો
અંકિતાએ કહ્યું, ‘હું માત્ર એટલું જ જોઈ શકતી હતી કે શાહરૂખ વાદળી ટી-શર્ટ પહેરીને હાથમાં પેટ્રોલનું કેન લઈને દોડી રહ્યો હતો. તે એ જ શાહરૂખ હતો જે મને છેલ્લા 10-15 દિવસથી પરેશાન કરી રહ્યો હતો. આ વિસ્તારમાં દરેક લોકો તેને બદમાશ છોકરા તરીકે જાણતા હતા. તેનું કામ માત્ર છોકરીઓને હેરાન કરવાનું અને તેને ઝાથમાં ફસાવીને આમ-તેમ ફરવાનું હતું.

શાળા અને ટ્યુશન જતી વખતે તે પીછો કરતો હતો
અંકિતાએ મૃત્યુ પહેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે છેલ્લા દસ-પંદર દિવસથી મારે પીછો કરતો હતો.જ્યારે પણ હું શાળાએ જાઉં અથવા ટ્યુશન માટે જતી, તે મારી પાછળ આવતો હતો. જો કે મેં ક્યારેય તેની ક્રિયાઓને ગંભીરતાથી લીધી ન હતી, પરંતુ તેણે કોઈક રીતે મારો મોબાઈલ નંબર મેળવી લીધો હતો. ત્યાર બાદ મને અવારનવાર ફોન કરીને મારી સાથે મિત્રતા કરવા દબાણ કરતો હતો.

પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી
અંકિતાના કહેવા પ્રમાણે, શાહરૂખે એવી ધમકી પણ આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને અને મારા પરિવારના સભ્યોને મારી નાખશે. પરંતુ મારી સાથે આવું કરશે તેવું સમજી શકી નહીતી. તેણે 22 ઓગસ્ટની રાત્રે મને ધમકી આપી હતી કે જો હું તેની વાત નહીં માનું તો તે મને મારી નાખશે. આ વાત મેં મારા પિતાને જણાવી તો તેમણે કહ્યું કે સવારે આ બાબતનો ઉકેલ લાવીશું. આ સમસ્યાનો ઉકેલ કરવામાં આવે ત્યાં 23 ઓગસ્ટની સવારે શાહરૂખે મને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

error: Content is protected !!