મુકેશ અંબાણીએ દીકરા માટે દુબઈમાં ખરીદ્યો ભવ્યાતિભવ્ય વિલા, જુઓ લક્ઝુરિયર્સ ઘરનો અંદરનો નજારો

મુકેશ અંબાણીએ ફરી ધમાકો મચાવ્યો છે. મુકેશ અંબાણીએ નાના દીકરા અનંત માટે દુબઈમાં દરિયાકિનારે 640 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. જે દુબઈમાં અત્યાર સુધીનું સૌથી મોંઘું ઘર છે. આ ઘરમાં 10 બેડરૂમ, 1 સ્પા, ઈન્ડોર અને આઉટડોર પૂલ, પ્રાઈવેટ થિયેટર, જિમ સહિત ઘણી લક્ઝરી સુવિધાઓ છે. જુઓ ભલભલાની આંખો પહોળી થઈ જાય એવો લક્ઝુરિયર્સ ઘરનો નજારો છે.

પ્રાપ્ત વિગત મુજબ ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે દુબઇમાં દરિયાકિનારે અત્યાર સુધીનો સૌથી મોંઘો વિલા ખરીદ્યો છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ આ વિલાની કિંમત 8 કરોડ ડોલર (અંદાજે 640 કરોડ રૂ.) છે. અહીં બૉલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને બ્રિટનના ફૂટબોલર ડેવિડ બેકહમના વિલા પણ છે.

દુબઇના પોશ પામ જુમેરા આઇલેન્ડમાં આ પ્રોપર્ટી ચાલુ વર્ષની શરૂઆતમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત માટે ખરીદવામાં આવી છે. હથેળી આકારના માનવસર્જિત દ્વીપસમૂહના ઉત્તર ભાગમાં સ્થિત આ વિલામાં 10 બેડરૂમ, પ્રાઇવેટ સ્પા તથા ઇનડોર અને આઉટડોર પૂલ છે.

બ્લૂમબર્ગ બિલિયનેર્સ ઇન્ડેક્સ મુજબ અનંત અંબાણી તેના પિતા મુકેશ અંબાણીની 7.42 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના 3 વારસ પૈકી એક છે.

વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ 65 વર્ષીય મુકેશ અંબાણી ધીમે-ધીમે તેમના બિઝનેસ સામ્રાજ્યનું સુકાન સંતાનોને સોંપી રહ્યા છે. અંબાણી પરિવારનું નિવાસસ્થાન દક્ષિણ મુંબઇમાં 27 માળની ગગનચુંબી ઇમારત ‘એન્ટેલિયા’ જ રહેશે.

દુબઈ વિશ્વભરના ધનિક લોકો માટે અતિ સમૃદ્ધ જીવનશૈલી માટે પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. ત્યાંની સરકાર વિદેશીઓને ઘર ખરીદવા સહિત અન્ય કામોમાં પણ ઘણી છૂટ આપી રહી છે.

આ સાથે દુબઈ સરકાર લાંબા ગાળાના ગોલ્ડન વિઝા આપી રહી છે જે અન્ય દેશોના લોકોને અહીં રહેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

error: Content is protected !!