પોલીસ કોન્સ્ટેબલને Gun બતાવી સિંઘમ બનવું પડ્યું ભારે!, કરી દેવામાં આવ્યો સસ્પેન્ડ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના એક પોલીસ કોન્સ્ટેબલને સિંઘમની એક્ટિંગ કરવી ભારે પડી ગઈ અને અભિનયના કારણે નોકરી ગુમાવી પડી. મળતી માહિતી મુજબ, અભિનેતા અજય દેવગનની ફિલ્મ જોયા બાદ કોન્સ્ટેબલ મહેશને આ વીડિયો બનાવવાનો વિચાર આવ્યો હતો. પછી શું હતું, તેનો યુનિફોર્મ પહેરીને અને હાથમાં બંદૂક પકડીને કોન્સ્ટેબલ મહેશે એક વીડિયો શૂટ કર્યો.

વીડિયો શૂટ કર્યા બાદ કોન્સ્ટેબલ મહેશે તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કર્યો હતો. કોન્સ્ટેબલ મહેશને લાગ્યું કે તેનો વીડિયો જોયા બાદ લોકો તેની પ્રશંસા કરશે. પરંતુ આ અભિનયના કારણે કોન્સ્ટેબલ મહેશને નોકરી ગુમાવવી પડી હતી. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ વિભાગને તેના વિશે જાણ થઈ.

જ્યારે પોલીસ વિભાગે આ વીડિયો જોયો ત્યારે તે યોગ્ય ન લાગ્યો અને કોન્સ્ટેબલ મહેશની હરકત સામે વાંધો ઉઠાવ્યો. આ મામલે તપાસ કરવામાં આવી હતી. જે બાદ મહેશ સામે કડક કાર્યવાહી કરતા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કોન્સ્ટેબલ મહેશની હરકતને કારણે વિભાગની છબીને નુકસાન થયું છે. તેથી જ તેને કાઢી મૂકવામાં આવ્યો છે.

વીડિયોમાં કોન્સ્ટેબલે શું કહ્યું?
વાયરલ વીડિયોમાં, કોન્સ્ટેબલ મહેશ કહેતા સાંભળવામાં આવે છે, “અમરાવતી જિલ્લામાં પ્રવેશ કરતી વખતે દાદાગીરી અને ભાઈગીરીને દસ કિલોમીટર દૂર જ રાખીને આવજો ભૈયા. અમરાવતીમાં જે કાયદામાં રહેશે, તે ફાયદામાં રહેશે. કારણકે શું છે, કાયદાનો અભેદ્દ કિલ્લો, ઓનલી અમરાવતી જીલ્લો”

જ્યારે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં મહેશનો આ વીડિયો વાયરલ થયો ત્યારે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. વીડિયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ કરાયેલા કોન્સ્ટેબલ મહેશ મુરલીશર કાલેએ આની ભાગ્યે જ કલ્પના કરી હશે. તમને જણાવી દઈએ કે કોન્સ્ટેબલ મહેશ અમરાવતી જિલ્લાના ચંદુર બજાર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેની નોંધ લીધી અને કોન્સ્ટેબલ પર કાર્યવાહી કરતા તેને મંગળવારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.

અમરાવતી રૂરલ એસપી હરિ બાલાજીએ આ સમગ્ર મામલે માહિતી આપી હતી અને સસ્પેન્ડ કરવાનું કારણ આપ્યું હતું. કારણ સમજાવતા તેમણે કહ્યું કે વીડિયોમાં કોન્સ્ટેબલ મહેશે ફિલ્મી સ્ટાઇલમાં બંદૂક લહેરાવી હતી. વીડિયોમાં તે હથિયારોનો પ્રચાર કરી રહ્યો છે, તેથી જ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

error: Content is protected !!