પતિ કરતા વધારે કમાણી કરે છે અમિતશાહનાં પત્ની સોનલ શાહ, મજેદાર છે બંનેની લવ સ્ટોરી

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અને ભારતના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. 2014ની ચૂંટણીમાં તેમની રણનીતિના કારણે મોદી સરકારે જીતનો તાજ પહેર્યો હતો. તેઓ 1982માં મોદીને મળ્યા હતા. ત્યારે તેઓ અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થી હતા, જ્યારે મોદી સંઘના પ્રચારક હતા. તેઓ 1986માં ભાજપમાં જોડાયા હતા. તમે બધા અમિત શાહની પ્રોફેશનલ લાઈફ વિશે ઘણું જાણો છો, પરંતુ આજે અમે તમને તેમની પર્સનલ લાઈફ અને ખાસ કરીને તેમની પત્ની સોનલ શાહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

23 વર્ષની ઉંમરે લગ્ન કર્યા
22 ઓક્ટોબર 1964ના રોજ જન્મેલા અમિત શાહે 23 વર્ષની ઉંમરે સોનલ શાહ સાથે લગ્ન કર્યા હતા. એ એરેન્જ્ડ મેરેજ હતા. બંનેએ વર્ષ 1987માં સાત ફેરા લીધા હતા. કહેવાય છે કે જ્યારે અમિત શાહે જ્યારે પહેલીવાર પોતાની પત્નીને જોઈ ત્યારે સાત જન્મોવાળો પ્રેમ થયો હતો. અમિત શાહ મુંબઈના એક સમૃદ્ધ ગુજરાતી પરિવારમાંથી આવે છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ તેમના પરિવારનો પ્લાસ્ટિક પાઇપનો બિઝનેસ સંભાળતા હતા. અમિત શાહને 6 બહેનો છે જેમાંથી બે શિકાગોમાં રહે છે. તેને કોઈ ભાઈ નથી. તે ઘરમાં એકમાત્ર પુત્ર છે.

કોલ્હાપુરની છે પત્ની
અમિત શાહની પત્ની સોનલ મૂળ મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે. તેણે કોલ્હાપુરની પ્રિન્સેસ પદ્મરાજે ગર્લ્સ હાઈસ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેને મુસાફરી કરવાનો, ખરીદી કરવાનો અને આધ્યાત્મિક ગીતો સાંભળવાનો ખૂબ શોખ છે. અમિત શાહ અને સોનલને એક પુત્ર જય શાહ પણ છે. સોનલ અને અમિતે તેમના પુત્રના લગ્ન 2015માં રિશિતા પટેલ સાથે કર્યા હતા.

સોનલ એક આદર્શ પત્ની છે
સોનલ શાહ એક આદર્શ પત્ની છે. તે દરેક પરિસ્થિતિમાં અમિત શાહ સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહે છે. અમિત શાહના દિવસો સારા હોય કે ખરાબ, તેમને તેમની પત્નીનો સાથ મળતો રહે છે. અમિત શાહ કામના કારણે ખૂબ જ વ્યસ્ત રહે છે, તેથી તેઓ ભાગ્યે જ તેમની પત્નીને મળી શકે છે.

શાહ દંપતીની મિલકત
2019ની ચૂંટણી દરમિયાન અમિત શાહે આપેલા એફિડેવિટ મુજબ છેલ્લા 7 વર્ષમાં તેમની સંપત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે. 2012માં અમિત શાહ અને તેમની પત્ની સોનલની કુલ ચલ અને અચલ સંપત્તિ 11.79 કરોડ રૂપિયા હતી. આ રકમ 2019 સુધીમાં વધીને 38.81 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 38.81 કરોડ રૂપિયામાંથી તેમને 23.45 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળી છે.

બીજી તરફ બંનેના બેંક ખાતાની વાત કરીએ તો તેમાં 27.80 લાખ રૂપિયા છે. આ સિવાય 9.80 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટ પણ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન 2017-18 મુજબ શાહ અને તેમની પત્નીની વાર્ષિક આવક 2.84 કરોડ રૂપિયા છે. આમાં અમિત શાહની આવક 53.90 લાખ રૂપિયા છે જ્યારે તેમની પત્ની સોનલની આવક 2.30 કરોડ રૂપિયા છે. મતલબ કે તે તેના પતિ અમિત શાહ કરતા ચાર ગણી વધુ કમાણી કરે છે. આ કપલ પાસે 90 લાખ રૂપિયાની જ્વેલરી છે. જેમાં 34.11 લાખ રૂપિયાની જ્વેલરી અમિત શાહની છે જ્યારે 59.92 લાખ રૂપિયાની જ્વેલરી સોનલ શાહની છે.

error: Content is protected !!