‘જેઠાલાલ’ બાદ હવે ‘ચંપકચાચા’ બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી, પરિવાર સાથે જોવા મળ્યા

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ચંપકચાચાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા અમિત ભટ્ટ માટે આ વર્ષ ઘણું જ ખાસ રહ્યું છે. હાલમાં જ તેમણે નવી કાર ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ નવી કાર ખરીદી હતી. 1995માં અમિત ભટ્ટે સૌ પહેલી કાર ખરીદી હતી. ઇમર્જન્સીમાં ટૂ વ્હીલરનો ઉપયોગ કરે છે

 

અમિત ભટ્ટે કઈ કાર ખરીદી?
49 વર્ષીય અમિત ભટ્ટે MG હેક્ટર કાર ખરીદી છે. આ કારની કિંમત 13-19 લાખની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. અમિત ભટ્ટ કારની ડિલિવરી લેવા પરિવાર સાથે ગયા હતા. અહીંયા તેમણે નાળિયેર ફોડ્યું હતું અને કારની આરતી પણ કરી હતી. નોંધનીય છે કે સિરિયલમાં માધવીભાભી બનતી એક્ટ્રેસ સોનાલિકા જોષીએ 2019માં MG હેક્ટર ખરીદી હતી.

1995માં પહેલી કાર ખરીદી હતી
અમિત ભટ્ટને કારનો ઘણો જ શોખ છે. તેમણે 1995માં સૌ પહેલાં ફિઆટ કાર ખરીદી હતી. ત્યારબાદ તે કાર અપડેટ કરતાં રહે છે. MG હેક્ટર પહેલાં તેમની પાસે ઇનોવા હતી. અમિત ભટ્ટ મોટા ભાગે કાર જાતે જ ડ્રાઇવ કરતાં હોય છે.

ઇમર્જન્સીમાં ટૂ વ્હીલરનો ઉપયોગ કરે છે
અમિત ભટ્ટ ઇમર્જન્સી હોય ત્યારે ટૂ વ્હીલરનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં ‘તારક મહેતા..’માં નટુકાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારે તેમની અંતિમ યાત્રામાં અમિત ભટ્ટ ટૂ વ્હીલર લઈને જ સ્મશાન આવ્યા હતા.

અમિત ભટ્ટે આ સિરિયલમાં કામ કર્યું છે
19 ઓક્ટોબર, 1972ના રોજ જન્મેલા અમિત ભટ્ટ પત્ની કૃતિ તથા બે જોડિયા દીકરા દેવ-દીપ સાથે મુંબઈમાં રહે છે. અમિત ભટ્ટ વર્ષ 2008થી ‘તારક મહેતા…’માં ચંપકચાચાનો રોલ પ્લે કરે છે. આ પહેલાં અમિત ભટ્ટે ‘ખિચડી’, ‘યસ બોસ’, ‘ચુપકે ચુપકે’, ‘ફન્ની ફેમિલી.કોમ’, ‘ગપશપ કૉફી શોપ’, ‘FIR’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. સલમાન ખાનની ફિલ્મ ‘લવયાત્રી’માં અમિત ભટ્ટે બંને દીકરા સાથે કેમિયો કર્યો હતો.

‘તારક મહેતા..’ના આ કલાકારોએ કાર ખરીદી
નોંધનીય છે કે વર્ષની શરૂઆતમાં સિરિયલમાં સોનુનું પાત્ર ભજવતી પલક સિધવાણીએ હ્યુન્ડાઇ કાર ખરીદી હતી. દિવાળીના શુભ પ્રસંગે જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ કિઆ લીધી હતી.

error: Content is protected !!