પાલનપુરના બાળકની કિલકારીઓ અમેરિકામાં ગુંજી ઉઠશે અનાથ બાળકને અમેરિકન દંપતિએ દત્તક લીધું

બનાસકાંઠ: બનાસકાંઠા જિલ્લામાં 0થી 18 વર્ષના કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોના આશ્રય માટે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્સન એજન્સી આ બન્ને સંસ્થાઓ કાર્યરત છે. સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્સન એજન્સીના અનાથ બાળક નિરજને અમેરિકાના વાલીને દત્તકમાં આપવા માટેનો કાર્યક્રમ પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયો હતો. 20 માર્ચ- 2019ના રોજ રાત્રે-8.30 કલાકે પાલનપુર ખાતે સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલા પારણામાં કોઇ અજાણી વ્યક્તિ કુમળા ફુલ જેવા નવજાત બાળકને મુકીને જતું રહ્યું હતું, જેની જાણ સંસ્થાના કર્મચારીને થતાં તાત્કાલીક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનને જાણ કરવામાં આવી અને બાળકને સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યું તથા સંસ્થા દ્વારા આ બાળકનું નામ નિરજ પાડવામાં આવ્યું હતુ.

જન્મ સમયે બાળક નિરજનું વજન માત્ર 900 ગ્રામ હોવાથી તેને 20 માર્ચ-2019થી 15 એપ્રિલ-2019 એટલે કે 27 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી. તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી એમ.આર.આઇ.કરાવી વિવિધ પ્રકારના મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા, વિવિધ પ્રકારના મેડીકલ ટેસ્ટ અને સારવાર કરાવતાં ખબર પડી કે બાળક નિરજ અધુરા માસે જન્મેલું હોવાથી મગજના લકવાની બિમારી છે તેમ તબીબોએ જણાવ્યું, તેથી આ બાળકને સ્પેશ્યિલ નીડ જાહેર કરવામાં આવ્યું હતું.

બાળક નિરજને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લીગલી ફ્રી ફોર એડોપ્શવન જાહેર કરતાં દત્તક આપવાની પ્રક્રિયા માટે મુકવામાં આવ્યું હતું. બાળક નિરજ સ્પેશ્યિલ નીડ બાળક હોવાથી ગાઇડલાઇન મુજબ ઇન્ટરકન્ટ્રી એડોપ્શ ન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાના દંપતિ લોરીઅન્સ ઓલીવર વોઘન અને મતી મેડલીન ડોરી વોઘને બાળક નિરજને દત્તક લેવા માટે પસંદ કર્યુ હતું. આ બાળક નિરજનું નવું નામ જોશિયા નિરજ બોઘન રાખવામાં આવ્યું છે. બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઇ નહોતું તેને નવા માતા-પિતા, નવો દેશ સાથે નવી જિંદગી મળી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી આ બન્ને સંસ્થાઓમાં આશ્રય લઇ રહેલા બાળકોને સુરક્ષિત રાખી શકાય તે માટે બનાસકાંઠા જિલ્લાની બાળ સુરક્ષા ટીમ દ્વારા જિલ્લાના સામાજ સેવકો અને દાતાઓને આરોગ્યની કીટ માટે અપીલ કરવામાં આવી હતી. દાતાઓના સહયોગથી કોવિડ-19ની સારવાર માટે મેડીકલ સાધનોની કીટ તૈયાર કરી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને સ્પેશ્યલાઇઝ્ડ એડોપ્સન એજન્સીને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

દાતાઓ દ્વારા બાળકોના આરોગ્ની જાળવણી માટે 1-ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 5- એર કોમ્પ્રેસર ફોર નેબુલાઇઝર, 2- ઓક્સિજન ફ્લો મીટર વીથ રેગ્યુલેટર બોટલ, 5- ફિંગરટ્રીપ પ્લતસ ઓક્શિમીટર, 5- સેફ્ટી બ્લ્યુ 5 લીટર સેનિટાઇઝર, 2- ઇન્ફરડ થર્મોમીટર, 5- બાફ લેવા માટે મીડો વેપોરાઇઝર અને 100 ડિસ્પોઝેબલ માસ્કની કીટ તૈયાર કરી આપવામાં આવી છે. આ પ્રસંગે દાતાઓ અને સંસ્થામાં વિઝીટીંગ મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ર્ડા. ભૂપેન્દ્રભાઇ રાવલનું કોરોના વોરીયર તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!