અમરેલીના ગોકુળ એપાર્ટમેન્ટ પરથી પટકાતા એક મહિલાનું મોત, ઘટનાનું કારણ…
દિવસેને દિવસે ચોરી, લૂંટ, હત્યા કે આત્મહત્યાના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાત એમ છેકે અમરેલીના લાઠી રોડ પર આવેલા ગોકુળ એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નિપજ્યું છે. આ બનાવ અકસ્માતનો છે કે આત્મહત્યાનો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ગીતાબેન કરશનભાઈ બોદર (ઉંમર42)નું આ ઘટનામાં મોત થયું છે. ઘટનાની જાણ અમરેલી સીટી પોલીસને થતા સીટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડવામાં આવ્યો છે.
જોકે બનાવ બન્યો તે મોટો રેસિડેન્ટ વિસ્તાર હોવાને કારણે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. આ બનાવમાં અકસ્માતનો છે કે આત્મહત્યાનો તે સ્પષ્ટ થયું નથી. પોીલસે વધુ તપાસ હાથ ધરી છે.