બસની ટક્કરથી કારમાં સવાર જવાન અને પત્નીનું મોત, પાંચ મહિના પહેલાં જ થયા હતા લગ્ન, રડાવી દેતી તસવીરો

એક ખૂબ કરુણ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. સ્કૂલ બસ અને કારની ટક્કરમાં આર્મી જવાન અને તેની પત્નીનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેની લાશો બોનેટ કાપીને બહાર કાઢવામાં આવી હતી. દંપતીના ફેબ્રુઆરીમાં જ લગ્ન થયા હતા. જવાન માતા-પિતાનો એકનો એક દીકરો હતો. નિધનના સમાચાર મળતાં જ માતા-પિતાના કરુણ આક્રંદથી ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

SUV કારનો બુકડો બોલી ગયો
આ રૂંવાડા ઉભા કરી દેતો અકસ્માત રાજસ્થાનના અલવરનો છે. આ ઘટના બહેરોર-કુંડ રોડ પાસેના બિઘાણા ગામની છે. જેમાં બુધવારે બપોરે સ્કૂલ બસ અને SUV વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો. કારમાં 22 વર્ષીય આર્મીનો જવાબ અજય યાદવ અને તેની 21 વર્ષીય પત્ની સોનમ સવાર હતી. કપલ નાનકવાસ ગામના રહેવાસી હતું.

દંપતી શોપિંગ કરવા જતું હતું
દંપતી પોતાની એસયુવી લઈને બહરોડ સીએસડી કેન્ટીનમાં શોપિંગ કરવા જતું હતું. આ દરમિયાન સામેથી આવતી સ્કૂલ બસે ટક્કર મારી હતી. બસ દિવાલ તોડીને નજીકના એક મકાનમાં ઘુસી ગઈ હતી. અકસ્માત બાદ પતિ-પત્ની કારમાં ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રોડથી બોનેટ તોડીને તેમને બહાર કાઢ્યા હતા.

સેનાનો એક જવાન અને તેની પત્ની શહીદ થયા
અકસ્માત બાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં બેહરોર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે અજયને મૃત જાહેર કર્યો હતો. સોનમની હાલત નાજુક બનતાં તેને બેહરોરની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી, જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

સ્કૂલ બસ 20 બાળકો સવાર હતા, ડ્રાઈવર ફરાર થઈ ગયો
એસયુવી સામે જે સ્કૂલ બસ ટકરાઈ હતી તેમાં 20 બાળકો સવાર હતા. અકસ્માત બાદ ડ્રાઈવર મુરારી યાવદ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે અકસ્માતમાં બાળકો કે ડ્રાઈવરને કંઈ ઈજા પહોંચી નહોતી. સ્કૂલ છૂટ્યા બાદ ડ્રાઈવર બાળકોને ગાંડાલા ગામ મૂકવા જતો હતો.

એકનો એક દીકરો હતો
નીમરાના પોલીસ અધિકારી પ્રેમ પ્રકાશે જણાવ્યું કે અજય 2019માં સેનામાં જોડાયો હતો. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં 21 કુમાઉ યુનિટમાં કોન્સ્ટેબલની પોસ્ટ હતી. ગઈ 25 ફેબ્રુઆરીએ માજારા ગામની સોનમ સાથે તેના લગ્ન થયા હતા. અજય તેના માતા-પિતાનો એકને એક પુત્ર હતો.

જવાન લગ્ન બાદ બીજી વખત રજા પર આવ્યો હતો
આર્મી જવાન અજય યાદવ લગ્ન બાદ બીજી વખત રજા પર આવ્યો હતો. અજયના પિતા પવન કુમાર પણ સુબેદાર તરીકે એ જ યુનિટમાં તૈનાત હતા. સોનમના પિતા બીએસએફમાં ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત છે.

error: Content is protected !!