વેપારી તેની જ પુત્રવધૂ સાથે મનાવતો હતો રંગરેલિયા, જોઈ ગયો દીકરો, પછી આવ્યો ખોફનાક અંજામ

સંબંધોને શર્મશાર કરતો એક ધૃણાસ્પદ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક વેપારી પિતાએ વહુ સાથેના અનૈતિક સંબંધોમાં સગા દીકરાની હત્યા કરી નાખી હતી. દીકરાએ તેના પિતા અને પત્નીને એકબીજા સાથે આપત્તિજનક અવસ્થામાં જોઈ લીધા હતા. ભોપાળું બહાર ન આવે એટલે પત્નીએ સસરા સાથે મળી પતિને દોરડાથી ગળું દબાવીને મારી નાખ્યો હતો. જે દીકરો તેના પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો તે પિતાએ જ દીકરાની હત્યા કરી નાખતાં લોકો ધ્રુજી ગયા હતા. બનાવ બહાર આવતાં લોકો સસરા-વહુ પર ફીટકાર વરસાવી રહ્યો છે.

રાજસ્થાનના અલવરમાં સંબંધોને લઈને હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં સસરા, પુત્રવધૂએ પોતાના અવૈધ સંબંધો છુપાવવા પુત્રની હત્યા કરી નાખી. રવિવારે આ ઘટનાનો ખુલાસો કરતા પોલીસે સસરા અને પુત્રવધૂની ધરપકડ કરી છે.

અલવર જિલ્લાના ભીવાડી ASP વિપિન શર્માએ જણાવ્યું કે, બહરોડ નવા બસ સ્ટેન્ડ ટ્રેડ યુનિયનના પૂર્વ પ્રમુખ બળવંત યાદવ (64)ને તેના પુત્ર વિક્રમ યાદવની પત્ની પૂજા (29) સાથે ગેરકાયદેસર સંબંધો હતા. આ ગેરકાયદેસર સંબંધ છેલ્લા દોઢ વર્ષથી ચાલતા હતા. રવિવારે રાત્રે 2.30 વાગ્યાના સુમારે બળવંત તેના પુત્રના રૂમમાં ગયો હતો અને પુત્રવધૂ પૂજાને બહાર બોલાવી હતી.

આ દરમિયાન વિક્રમ જાગી ગયો. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે તેની પત્ની અને પિતાને આપત્તિજનક સ્થિતિમાં જોયા હતા. આ જોઈને વિક્રમ ગુસ્સે થઈ ગયો અને પોતાના રૂમમાં ગયો. અહીં પિતા અને પુત્રવધૂએ વિક્રમના રૂમમાં જઈને દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી હતી. વિક્રમનું મૃત્યુ ન થયુ ત્યાં સુધી બંનેએ તેમના ગળાને દોરડાથી પકડી રાખ્યુ હતુ.

હત્યાને છુપાવવા માટે સસરાએ ખોટી સ્ટોરી રચી હતી. બંનેએ તેને આત્મહત્યા બતાવવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા બાદ ચુન્નીને પંખા પર લટકાવી દેવામાં આવી હતી. પછી તેને પલંગ પરથી ધક્કો મારી દીધો હતો. આ દરમિયાન વિક્રમને માથામાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

સોમવારે સવારે બળવંત રાબેતા મુજબ મોર્નિંગ વોક માટે ગયો હતો અને પૂજા ઘરના કામ કરવા લાગી હતી. વોક પરથી પાછા ફર્યા બાદ બળવંતે સંબંધીઓને ફોન કરીને જણાવ્યું કે વિક્રમ સાથે અકસ્માત થયો છે અને તેનું મૃત્યુ થયું છે. પરિવારજનોએ અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરી લીધી હતી. જ્યારે વિક્રમના સાળાએ તેના ગળા પર નિશાન જોયું તો તેણે તેના પર સવાલો ઉભા કર્યા. દરમિયાન એક સંબંધીએ પોલીસને જાણ કરી હતી.

DSP આનંદ રાવે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો અને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દીધો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ્યારે પોલીસે બળવંત અને પૂજાની ફરીથી પૂછપરછ શરૂ કરી તો બંનેએ તેનું રહસ્ય ખોલ્યું.

પોલીસે જણાવ્યું કે, દોઢ વર્ષ પહેલા બળવંતની પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું હતું. ત્યારથી પુત્રવધૂ પૂજા સાથે અવૈધ સંબંધો હતા. પૂજા અને વિક્રમના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. તેમને આઠ વર્ષનો પુત્ર છે.

 

error: Content is protected !!