લગ્ન બાદ પહેલીવાર સિમ્પલ અવતારમાં પતિ સાથે જોવા મળ્યા સિંગર અલ્પા પટેલ, જુઓ તસવીરો

ગુજરાતભરમાં અત્યારે લગ્નની સિઝન જામેલી છે. ઠેરઠેર લગ્નના માંડવા જોવા મળે છે અને જ્યાં જુઓ ત્યાં ઢોલ અને શરણાઈના સૂર પણ સંભળાઈ રહ્યા છે. મોટાભાગના પાર્ટી પ્લોટ ફૂલ થઈ ગયા છે, સામાન્ય લોકોની સાથે ઘણા બધા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે.

અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેચંગે ફેરા ફર્યા હતા. અલ્પા પટેલના આ લગ્ન પોતાના ગામ નાના મુંજીયાસરમાં યોજાયા હતા. આ લગ્નમાં ગુજરાતના જાણીતા સિંગર્સનો જમાવડો જોવા મળ્યો હતો જેમાં કિર્તીદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, સાંઈરામ દવે, રાજભા ગઢવી સહિતના કલાકારોએ લગ્નમાં હાજરી આપી હતી.

લગ્ન બાદ પહેલીવાર જ સિંગર અલ્પા પટેલની તસવીરો સામે આવી છે. જેમા તેઓ પતિ ઉદય ગજેરા સાથે ખોડિયાર માતાજીના દર્શન કરવા ગયા હતા. જેની કેટલીક તસવીરોસિંગર અલ્પા પટેલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર શેર કરી છે. તસ્વીરોમાં જોઈ શકો છો કે સિંગર અલ્પા પટેલ અને પતિ ઉદય ગજેરાના ચહેરા ઉપર અનેરું સ્મિત છલકાઈ રહ્યું છે. સાથે જ તસવીરોમાં દર્શાવેલા લોકેશન પ્રમાણે તે નિકોલના ખોડિયાર મંદિર પહોંચ્યા હતા.

તસ્વીરોમાં જોઈ શકો છો કે સિંગર અલ્પા પટેલ અને તેમના પતિ ઉદય ગજેરાનો ખુબ જ સાદગી ભરેલા કપડામાં જોવા મળી રહ્યા છે. સિંગર અલ્પા પટેલ ગુલાબી રંગની સાડીમાં ખૂબજ સુંદર લાગી રહ્યા છે. તો પતિ ઉદય ગજેરાએ સાડીને મેચીંગ શર્ટ પહેર્યો હતો. ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લઈ કપલે ધન્યતા અનુભવી હતી.

અલ્પા પટેલના મંગેતર ઉદય ગજેરા સાથે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુજિયાસર ગામે વાજતે ગાજતે લગ્ન યોજાયા હતા. વરરાજા જેવા ઘોડા પર બેસીને આવ્યા તો દુલ્હન અલ્પા પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. કપલે આ તકે ફોટો પણ પડાવ્યા હતા. જાનના સ્વાગતમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં જાનૈયાઓએ ઢોલના તાલે રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. આ તકે દુલ્હનના રૂપમાં અલ્પા પટેલ ખૂબ સોહામણી લાગતી હતી. તેણે આછા પિંક કલરની ચણિયાચોળી પહેરી હતી.

મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો, અલ્પા પટેલના લગ્નમાં અનેક ડાયરા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. દેવાયત ખવડ સહિતના કલાકારોએ સ્ટેજ પર પર્ફોર્મન્સ આપીને લગ્ન્માં હાજર સૌ કોઈ લોકોને ડોલાવ્યા હતા. આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

જ્યારે ડાયરાકિંગ કીર્તિદાન ગઢવી ગીત ગાવા ઉભા થયા તો બધા મહેમાનો ઉત્કંઠાથી જોવા લાગ્યા. કીર્તિદાને ગીત ગાવાનું શરૂ કર્યું તો બધા મહેમાના ચહેરા પર એક ખુશીની લહેર જોવા મળી હતી, જેમ ગીત આગળ વધતું ગયું તેમ તેમ બધાના ચહેરા પર એક ભાવુકતાનો ભાવ આવી ગયો હતો અને બધાની આંખો નમ થઈ ગઈ હતી.

આ પહેલાં સિંગર અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે અલગ અલગ લોકેશન પર પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. સિંગર અલ્પા પટેલના પતિ ઉદય ગજેરા વિશે વધુ વિગત મળી શકી નથી. બંનેએ ગયા નવેમ્બરમાં સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હતી.

ગુજરાતની ફેમસ સિંગર અલ્પા પટેલ ધામધૂમથી લગ્ન કરી લીધા છે. અલ્પા પટેલે મંગેતર ઉદય ગજેરા સાથે રંગેચંગે ફેરા ફર્યા હતા. અલ્પા પટેલના આ લગ્ન પોતાના ગામ નાના મુંજીયાસરમાં યોજાયા હતા. મહેંદીથી લઈને રિસેપ્શન એમ ત્રણ દિવસ સુધી લગ્નનો જલ્સો ચાલ્યો હતો, જેમાં ગુજરાતની અનેક મોટી સેલિબ્રીટીઓ ઉપસ્થિત રહી હતી. આ અંગેની તસવીરો પણ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ લગ્નમાં ગુજરાતના જાણીતા સિંગર્સનો જમાવડો જોવા મળ્યો હતો જેમાં કિર્તીદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, સાંઈરામ દવે, રાજભા ગઢવી સહિતના કલાકારોએ લગ્નમાં હાજરી આપી હતી.

ઉલ્લખનીય છે કે અલ્પા પટેલે પોતાના સોશિયલ મીડિયામાં પોતાની સગાઈની તસવીરો પોસ્ટ કરીને ચાહકોને સરપ્રાઈઝ આપી હતી. પોતાના તસવીરોમાં તેમનું ઇન્સ્ટા આઇડી ટેગ કર્યું છે, જેમાં તેમનું નામ ઉદય ગજેરા બતાવી રહ્યા હતા. આ પરથી એ વાત સાબીત થઈ ગઈ છે કે, તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ છે. આ સગાઈ પણ તેમના પારિવારીક સંબંધોને આધારીત જ થઈ હોય તેવું કહી શકાય. સોશિયલ મીડિયામાં આ બંનેની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ હતી.

સિંગર અલ્પા પટેલનો જન્મ વર્ષ 1989માં અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંઝીયાસર ગામમાં થયો હતો. અલ્પાપટેલ એક વર્ષના હતા અને તેમના પિતાનું અવસાન થયું હતું. નાની ઉંમરે તેમના પર મોટુ દુ:ખી આવી પડ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી.’ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે અલ્પાના ભાઈ મહેન્દ્ર અને માતા મધુબેને મજૂરી કામ શરૂ કર્યું હતું. અલ્પાનો ઉછેર સુરત મામાને ઘરે થયો. મામાના ઘરે રહીને જુનાગઢ જિલ્લાની જુદી જુદી શાળામાં ધોરણ બાર સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ અલ્પાએ પીટીસીનો અભ્યાસ કર્યો હતો.

પિતાના અવસાન બાદ માતા અને ભાઈને મદદરૂપ થવા અલ્પા પટેલે નાની ઉંમરમાં સિંગગની શરૂઆત કરી હતી. અલ્પા પટેલ 11 વર્ષની ઉંમરમાં મામાના ઘરે સુરત રહેતા હતા ત્યારે ગાવાનો પહેલો મોકો મળ્યો હતો. સુરતમાં આ પોગ્રામ કરવાના અલ્પા પટેલને માત્ર 50 રૂપિયા મળ્યા હતા.

સંઘર્ષના દિવસોમાં અલ્પા પટેલ સવારે લગ્નગીત અને સાંજે ડાયરો એમ બે શિફ્ટમાં કામ કરતાં. મહિને પ્રોગ્રામમાં અલ્પા પટેલ ગાતા હતા. બાદમાં અલ્પા પટેલના કંઠના સૂર એવા રેલાયા કે તેઓ ગુજરાતભરમાં ફેમસ થઈ ગયા. અલ્પાને નાના દ્વારા વારસામાં સંગીતના ગુણો મળ્યા છે. નાનાને સ્ટેજ પર પ્રોગ્રામમાં ગાતા જોઈને મોટી થયેલા અલ્પા પટેને સંગીત અને સિંગીગમાં વધુ રસ જાગતા ભાઈ અને માતાએ આગળ વધવા સપોર્ટ કર્યો હતો.

અલ્પા પટેલ સ્વભાવે આધ્યાત્મિક છે. તેમને ભક્તિમય વાતાવરણ પસંદ છે, જેથી તેઓ અવારનવાર સોમનાથની મુલાકાત લે છે.અલ્પા પટેલને મહિલા પ્રતિભા ગૌરવ પુરસ્તાર સહિત 50થી વધુ એવોર્ડ અને સન્માનપત્રો મળી ચૂક્યા છે. આજે ડાયરા અને સંતવાણીના એક પ્રોગ્રામના અલ્પા પટેલ 1 લાખથી લઈને 1.25 લાખ રૂપિયાની ફી વસૂલે છે. ગુજરાતના અનેક શહેરો ઉપરાંત મુંબઈ જેવા શહેરોમાં પણ સંખ્યાબંધ પ્રોગ્રામ કરનાર અલ્પાબેન પટેલના નામે સતત 10 કલાક ગાવાનો રેકોર્ડ છે.

error: Content is protected !!