અક્ષય કુમારે જમ્મુ-કાશ્મીરમાં સ્કૂલ બનાવવા માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું, BSFના જવાનોને પણ મળ્યો

એક્ટર અક્ષય કુમારે ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં એક સ્કૂલ બનાવવા માટે એક કરોડ રૂપિયા ડોનેટ કર્યા. આ સ્કૂલ લાઈન ઓફ કંટ્રોલ (LoC)ની નજીક બંદીપોરામાં આવેલા ગામ તુલૈલમાં છે. અક્ષયે LoCની સુરક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોની સાથે મુલાકાત પણ કરી હતી. ગુરુવાર બપોરે હેલિકોપ્ટર દ્વારા પહોંચીને તેને ગામના લોકોની સાથે વાત પણ કરી.

BSFના ડીજી રાકેશ અસ્થાનાએ આ આ પ્રસંગે સરહદની સુરક્ષા કરતા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન અક્ષય કુમારે જવાનોને સલામી આપી હતી.

અક્ષયે ગામના લોકોની સાથે ડાન્સ કર્યો
BSFના એક જવાને જણાવ્યું કે, અક્ષયે અમારું મનોબળ વધાર્યું. અહીં તેને જોવા માટે ગામના લોકો પણ આવ્યા હતા. અક્ષયે ગામના લોકોની સાથે ડાન્સ પણ કર્યો. અક્ષયે ગામના લોકો અને જવાનોની પ્રશંસા કરી, જેઓ સરહદની નજીક અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનું જીવન પસાર કરે છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
LoC પરની આ ટ્રિપ બાદ અક્ષયે સોશિયલ મીડિયા પર જવાનોની સાથેના ઘણા ફોટો શેર કર્યા છે. તેને સોશિયલ મીડિયા પર લખ્યું- સરહદની સુરક્ષા કરતા BSFના જવાનોની સાથે મારો આજે એક યાદગાર દિવસ હતો. અહીં આવવાનું હંમેશાં સારું લાગે છે. તે જવાનોની સાથે સમય પસાર કરવો જે રિયલ હીરો છે. મારા દિલમાં તેમના માટે સન્માન છે.

અક્ષય ઉપરાંત BSFએ પણ ટ્વિટર પર આ વિઝિટના ફોટો શેર કર્યા અને જણાવ્યું કે, અક્ષયે ફોરવર્ડ લોકેશન પર જવાનોની સાથે સમય પસાર કર્યો.

error: Content is protected !!