72 વર્ષના વરરાજા ઘોડે ચડી 66 વર્ષની દુલ્હનને પરણવા આવ્યા, જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા, જુઓ તસવીરો

ગુજરાતભરમાં અત્યારે લગ્નની સિઝન જામેલી છે. ઠેરઠેર લગ્નના માંડવા જોવા મળે છે અને જ્યાં જુઓ ત્યાં ઢોલ અને શરણાઈના સૂર પણ સંભળાઈ રહ્યા છે. મોટાભાગના પાર્ટી પ્લોટ ફૂલ થઈ ગયા છે. આવા લગ્નની સિઝન વચ્ચે અમદાવાદમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. જેના વિશે જાણીને નહીં થાય વિશ્વાસ. અહીં એક 72 વર્ષના વૃદ્ધે 66 વર્ષની વૃદ્ધાને ઢળતી ઉંમરે ફરીથી લગ્ન કરવાના અભરખા જાગ્યા હતા અને પોતાના પરિવાર સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા.આ અનોખા લગ્નને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અમદાવાદના વસ્ત્રાલમાં પ્રયોશા પેરેડાઇઝમાં રહેતા રસીકભાઇ મંજીભાઇ અને રંજનાબેન રસીકભાઇ ચૌહાણના પુત્રએ માતા-પિતાની 50મી વેડિંગ એનિવર્સરી પર ફરી તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.50 વર્ષ પહેલાં આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે વરઘોડા નહોતા કાઢી શક્યા નહોતા અને સાદાઈથી લગ્ન કર્યા હતા.ત્યારે અમે નક્કી કર્યું કે જે તેઓ 50 વર્ષ પહેલા ના કરી શક્યા એ અત્યારે કરશે.હવે પુત્રએ માતા-પિતાને ફરીથી પરણાવી તેમનું સપનું પુરુ કર્યું હતું. તેમણે 72 વર્ષના પિતાના 66 વર્ષના માતા સાથે ફરી લગ્ન કરાવ્યા હતા.

આ પ્રસંગે મિડીયા સાથે વાતચીત કરતા વિજય ભાઈ ચૌહાણ એ જણાવ્યું કે માતા પિતાના લગ્ન માટે અમે તેમના આલ્બમ જોયા એટલે ખ્યાલ આવ્યો કે એમના જન્મ માં તેઓ કઈ કરી શક્યા નહોતા, તો અમે નક્કી કર્યું કે જે તેઓ 50 વર્ષ પહેલા ના કરી શક્યા એ અત્યારે કરશે. જેને લઇને તેમને પ્લાન બનાવ્યો અને સૌથી પહેલા નક્કી કર્યું કે પાપા ને ઘોડી ચડાવીશું. ત્યારબાદ ધીમે ધીમે તૈયારીઓ કરી સૌ પ્રથમ તો મમ્મી-પપ્પા થોડા અચકાતા હતા પરંતુ તેમને પણ ફરી લગ્ન કરવાનો ઉત્સાહ જાગ્યો અને તેમણે આજની આધુનિકતા પ્રમાણે પ્રમાણે લગ્ન કર્યા.

72 વર્ષના પિતા દુલ્હાના વેશમાં, શેરવાની અને માથે સાફો પહેરેલ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. જયારે 66 વર્ષના માતા દુલ્હનના વેશમાં લાલ પાનેતરમાં સજ્જ હતા. 72 વર્ષના વરરાજાનો હોંશેહોશે વરઘોડો નીકળ્યો હતો, સાથે સાથે કપલનું પ્રીવેડિંગ ફોટોશૂટ પણ કરવામાં આવ્યું હતું.

વિજયભાઈના પત્નીએ જણાવ્યું હતું કે સાસુ-સસરાના લગ્નને યાદગાર બનાવવા માટે તમામ પ્રકારનું આયોજન કર્યું હતું આ વિશે જણાવતા તેમણે કહ્યું કે લગ્નમાં જે રીતે દીકરીનું મામેરું ભરાય એ રીતે મારા સાસુનું મામેરું ગોઠવવામાં આવ્યું હતું. મારા સાસુના ભાઈ અને ભાણિયાઓ મામેરું લઈને આવ્યા હતા.

લગ્ન વિધિમાં માંડવાવાળાઓ વરરાજાની મોજડી ચોરવા પણ આવ્યા હતા, પણ પુત્ર વિજયભાઈએ વરરાજા પિતાની મોજડી સંતાડી દીધી હતી. એટલું જ લગ્ન પહેલાં રિંગ સેરેમની એટલે કે સગાઈની વિધી પણ રાખવામાં આવી હતી.

ધામધૂમથી લગ્ન બાદ પરિવારે નવદંપતીના હનીમૂન માટે એક હોટેલ પણ બૂક કરાવી છે. જ્યાં નવદંપતી હનીમૂન માણવા જશે. લગ્ન બાદ પરિવારના લોકોએ દુલ્હા-દુલ્હનને પોતાના હાથેથી કોળિયા ખવડાવી જમાડ્યા હતા. આ સુંદર દૃશ્ય કોઈ પણને ભાવુક કરી દેવા પૂરતું છે.

આ અંગે વિજયભાઈ ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ અમારે મકાન ની લોન ચાલે છે ભગવાન એટલું આપ્યું છે કે મકાન નો હપ્તો ભરાય છે, પરંતુ પૈસા મહત્વના નથી અમે માતા-પિતાનો હરખ પણ પૂરો થાય અને કોઈ પણ પ્રકારની કચાશ ન આવે તેનું ધ્યાન રાખ્યું છે. માતા પિતાના મોત બાદ તો તમામ લોકો મરણ વિધિ કરે છે પરંતુ અમે તો જીવતેજીવત તેમને ખુશ રાખવાનું કામ કર્યું છે.

રસીકભાઇ મૂળ અમરેલીના ચલાળા ગામના વતની છે તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે. તેઓ ૭૨ વર્ષની ઉંમરે પણ વસ્ત્રાલથી રખિયાલ સુધી પગપાળા જ એક ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરીએ જાય છે. આ ઉંમરે નોકરી કરીને તેઓ તેમને પ્રવૃતિમય રાખે છે અને પગપાળા નોકરી જઇને સ્વાસ્થ્યને જાળવી રાખે છે.

તેમનો એક પુત્ર છે વિજય જે હાલમાં દસક્રોઇના જેસવાની મુવાડી રણોદરા ખાતેની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે.રસીક ભાઇની બે દીકરીના લગ્ન થઇ ગયા છે અને તે તેમના જીવનમાં સુખી છે.રસીકભાઇ સ્વાધ્યાયી છે અને સ્વાધ્યાય પરિવારના તમામ જીવનમંત્રો તેઓએ જીવનમાં ઉતાર્યા છે.

સૌજન્ય – ટીવી18 ગુજરાતી

error: Content is protected !!