પત્નીને ફોન કરીને કહ્યુ- થેન્ક યૂ, આજે મારો બર્થ ડે છે તો હું દારૂ … કહીને ફોન કટ કરી નાખ્યો, બે દિવસ બાદ લાશ મળી

અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિને બર્થ ડે વિશ કરવા પત્નીએ પોતાના મોબાઈલમાં પતિનો ફોટો મુકીને બર્થ ડે વિશ કર્યો હતો. ફોટો જોઈને પતિએ પત્નીને ફોન કર્યો અને થેન્ક યૂ કહ્યુ હતું. પતિએ પત્નીને કહ્યું કે આજે મારો બર્થ ડે છે તો હું દારૂ પીવાનો છું. ત્યાર બાદ પત્નીએ ફોન કરતાં પતિએ ફોન ઉપાડ્યો જ નહોતો. પત્ની બહારગામથી અમદાવાદ આવવા આવી પરંતુ તેના પતિનો કોઈ પત્તો લાગ્યો નહોતો. પતિના બીજા ઘરે વસ્ત્રાલમાં તપાસ કરવા ગયા તો બાથરૂમ પાસે પતિની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. લાશ જોઈને પત્ની ચોંકી ગઈ હતી. હાલમાં આ ઘટનામાં રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

દિપકભાઈએ કાર્તિકબેન સાથે લગ્ન કર્યા હતાં
અમદાવાદના રાણિપ વિસ્તારમાં રહેતા કાર્તિકબેન 14 વર્ષ પહેલાં છુટાછેડા થયા બાદ દિપક ચાવડા નામના યુવક સાથે પરિચયમાં આવ્યા હતાં. તેમણે તેની સાથે લગ્ન કર્યા હતાં.16મી ઓગસ્ટે દિપકભાઈ અને કાર્તિકબેન સાતમ આઠમના તહેવારના હોવાના કારણે પોતાના વતન સુરેન્દ્રનગર ગયા હતા. જ્યાં તેઓ રોકાયા બાદ 21મી ઓગસ્ટે દીપકભાઈ પોતાની રિક્ષા લઈને સુરેન્દ્રનગરથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. જ્યારે કાર્તિક બેનને કોઈ કામ હોવાથી તે ત્યાં જ રોકાયા હતા.

પતિએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું
22મી ઓગસ્ટે દીપકભાઈનો જન્મદિવસ હોવાથી કાર્તિકબેને તેમના મોબાઈલના સ્ટેટસમાં પતિનો ફોટો મૂક્યો અને જન્મદિવસની શુભકામના આપી હતી. જેથી દીપકભાઈએ કાર્તિક બેનને ફોન કરીને થેન્ક્યુ કહ્યું હતું. આ વાતચીત દરમિયાન કાર્તિક બેનને લાગ્યું કે દિપક દારૂ પીધેલો લાગે છે જેથી તેણે કહ્યું કે તમે દારૂ પીધેલા લાગો છો જેથી દીપક એ જવાબ આપ્યો કે આજે મારો બર્થ ડે છે હું દારૂ પીશ ત્યારબાદ દીપકે ફોન મૂકી દીધો હતો અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. ઘણા સંબંધીઓએ પણ દીપકને જન્મદિવસની શુભકામના આપવા માટે ફોન કર્યા હતા પણ દીપકભાઈ ફોન ઉપાડ્યા નહોતા.

સુરેન્દ્રનગરથી પરત ફરેલી પત્ની પતિને શોધતી હતી
24મી તારીખે કાર્તિકબેન સુરેન્દ્રનગરથી પરત અમદાવાદ આવ્યા ત્યારે દીપકને શોધી રહ્યા હતા. દિપકનો કોઈ સંપર્ક થઈ રહ્યો ન હતો. એ સમયે કોઈએ કહ્યું કે દિપક એના વસ્ત્રાલવાળા સુંદરમ આવાસ વાળા ઘરમાં હશે. જેથી કાર્તિક બેન અને તેમના સ્વજનો ત્યાં પહોંચ્યા તેમણે ઘર ખોલીને તપાસ કરતા ઘરમાં બાથરૂમ પાસે લોહીના ખાબોચિયામાં દીપકભાઈની લાશ પડી હતી તેમના શરીર પર સંખ્યાબંધ હથિયારના ઘા ઝીંકાયા હોય તેવું લાગી રહ્યું હતું. બર્થ ડે બાદ દિપક ભાઈ તો મળ્યા નહીં પણ કાર્તિક બેનને દીપકની લાશ મળી અને આ આઘાતમાં કારતકબેન આંસુ સારી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસે હાલ અજાણ્યા સક્ષો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!