તારો પતિ પૈસા પરત ન આપી શકતો હોય તો મારી સાથે સુવા આવ, કહી દિયરે કરી ભાભીની સાથે….

એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. વાત એમ છેકે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા પરિવારે સબંધી પાસેથી પૈસા ઉછીના લીધા હતા. પરંતુ તેઓ પૈસા પરત કરી શક્યા ન હતા. જેથી સોમવારે દંપતી નરોડા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે સબંધીએ તેમને રસ્તામાં અટકાવ્યા હતા. ઉપરાંત મહિલાનો હાથ પકડી જણાવ્યું હતું કે, તારો પતિ પૈસા પરત ન આપી શકતો હોય તો મારી સાથે સુવા આવી જા. આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાકાના દીકરા પાસેથી લીધા હતા ઉછીના 2 લાખ
નાના ચિલોડા વિસ્તારમાં 27 વર્ષિય જાગૃતિ( નામ બદલ્યું છે) પરિવારે સાથે રહે છે અને ઘરકામ કરે છે. જાગૃતિના પતિએ તેના કાકાના દીકરા મોહિત પાસેથી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ કોરોના બાદ ધંધો સારો ન ચાલતો હોવાથી તેઓ પૈસા પરત આપી શક્યા ન હતા.

દિયરે કહ્યું તારો પતિ પૈસા ન આપી શકતો હોય તો મારી સાથે સુવા આવી જા
બીજી તરફ 29 ઓગસ્ટે બપોરે અઢી વાગ્યે જાગૃતિબહેન પતિ સાથે એક્ટિવા પર નારાયણી સ્કૂલ ખાતે દીકરીની ફી ભરવા માટે જવા નીકળ્યા હતા. તેઓ નરોડા પાટીયા ખાતે પહોંચ્યા ત્યારે મોહિત એક્ટિવા લઇને પાછળ આવ્યો હતો. તેણે જાગૃતિબહેન અને તેના પતિને રસ્તામાં અટકાવ્યા હતા.

ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે, તું મારા પૈસા આપી દે નહીં તો સારૂ નહીં થાય. આ સમયે બોલાચાલી કરી મોહિત ગાળો બોલવા લાગ્યો હતો. જેથી જાગૃતિબહેનના પતિએ ગાળો ન બોલવા જણાવતા મોહિત ઉશ્કેરાયો હતો અને જાગૃતિ બહેનને જણાવ્યું હતું કે, તારો પતિ પૈસા પરત ન આપી શકતો હોય તો મારી સાથે સુવા માટે આવી જા.

હાથ પકડીને છેડતી કરી
આ ઉપરાંત મોહિતે જાગૃતિબહેનનો હાથ પકડી છેડતી કરી હતી. જો કે, પતિએ તેનો હાથ છોડાવી પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલાં જ મોહિત ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ જાગૃતિબહેન અને તેના પતિએ પોલીસ સ્ટેશન પહોંચી પોતાના સબંધી રોહિત સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!