અમદાવાદમાં પત્નીએ રડતા રડતા કહ્યું- ‘ગળાફાંસો ખાધો’, PM રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ, જાણીને સૌ કોઈ ધ્રુજી ગયા

અમદાવાદ શહેરમાં પરિવારજનો દ્વારા જ પરિવારજનની હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી દીધી છે. પત્નીએ પતિએ આત્મહત્યા કરી હોવાની વાતો કરીને લાશ પાસે ધ્રૂસકે ધ્રુસકે રડવાનું નાટક કરતી પત્નીને જોઈને કોઈને પણ એમ થાય કે પતિના જવાથી પત્ની આઘાતમાં સરી પડી છે. પોલીસ પણ પહેલા માની લીધું કે આ આત્મહત્યા છે. પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી આખું રહસ્ય ખુલી ગયું હતું.

પતિની દારુ પીવાની ટેવ હત્યા માટે કારણભૂત હોય શકે
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ આત્મહત્યા નહી પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ હવે આરોપી કોણ છે તે તપાસ કરતા પત્નીએ જ પતિની હત્યા કરી હોવાની વિગત સ્પષ્ટ થઈ ગઈ હતી. પતિને ગલ્લાં પરથી મારતી મારતી પત્ની ઘરે લઈ ગઈ અને તેને ગળા ટૂંપો આપી મારી નાખ્યો હતો. આ હત્યા પાછળ પતિની દારૂ પીવાની ટેવ હોવાથી હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી છે.

પતિ-પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા
ઠક્કરનગર પાસે આવેલી કેવડાજીની ચાલીમાં રહેતા સુનિલ દીવાકરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની ચાલીમાં તેમનો ભાઈ અનિલ અને પત્ની મંગલાબેન પોતાના બાળકો સાથે રહેતા હતા. અનિલને દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે તેની અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

પત્ની અચાનક જ બૂમો પાડવા લાગી
23મીએ સુનિલ તેના ઘરે હતો ત્યારે તેની પત્ની અચાનક બૂમો પાડવા માંડી અને કહ્યું કે અનિલભાઈ કે ઘર મેં કુછ હુઆ હૈ, જેથી હું અને મારી પત્ની ત્યાં પહોંચ્યા હતા. જ્યાં મારા ભાભી મંગલાબેન રડી રહ્યા હતા અને મારા ભાઈની લાશ સીડી પાસે પડી હતી. આ દરમિયાન પોલીસ પણ ત્યાં આવી ત્યારે મારા ભાભીએ કહ્યું કે, તેમણે ઉપરના રૂમમાં ગાળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જેથી હું પણ ઉપરના રૂમમાં ગયો ત્યાં બારીમાં ચાદર લટકાવી હતી.

આજ તુજે માર ડાલુંગી કહી મારતા મારતા ઘરે લઈ ગઈ હતી
ત્યાર બાદ ભાઈ અનિલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આવી હતી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે અમને એમ જ હતું કે મારા ભાઈએ આત્મહત્યા કરી છે. પરંતુ આ વિસ્તરના બે લોકોએ મને કહ્યું કે 22મી રાતે તારો ભાઈ અનિલ પાનના ગલ્લાં પાસે ઉભો હતો, ત્યારે તારી ભાભી તેને ગાળો બોલતી અને લાફા મારતી ઘરે લઈ જઈ રહી હતી અને કહેતી હતી કે, આજ તુજે માર ડાલુંગી. આ સમયે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો. જેમાં અનિલે આત્મહત્યા નહીં પણ તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેના શરીર પર ઇજા પણ હતી.

આ દરમિયાન કૃષ્ણ નગર પોલીસે મંગલાબેનની પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, તેણે પતિને ગળા ટૂંપો આપી મારી નાખ્યો હતો. આ આ મામલે કૃષ્ણ નગર પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.

error: Content is protected !!