શોકિંગ ઘટનાઃ સુરત બાદ અમદાવાદમાં ગીષ્મા જેવો હત્યાકાંડ, યુવકે સરાજાહેર પરિણીત પ્રેમિકાનું ગળુ કાપી નાખ્યું

એક શોકિંગ અને અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. હજુ ગીષ્મા વેકરિયા હત્યાકાંડની શાહી સૂકાણી નથી ત્યાં જ અમદાવાદમાં માધુપુરમાં પરિણીત મહિલાને તેના ભૂતપૂર્વ પ્રેમીએ છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી છે. ગુજરાતમાં સબસલામત ના દાવા વચ્ચે ફરી એકવાર સરાજાહેર પ્રેમિકાની હત્યા કરવામાં આવી અને હંમેશની જેમ રાહદારીઓ મુકપ્રેક્ષક બન્યા હતા. અમદાવાદ શહેર પોલીસે આરોપી ફરાર થાય તે પહેલાં જ તેની ધરપકડ કરી લીધી હતી.

પતિએ પત્નીની હત્યાના બનાવમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ક્યાં કારણથી આરોપીએ તેની પ્રેમિકાની સરાજાહેર હત્યા કરી તે બાબતે પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતકને આરોપી ખૂબ પ્રેમ કરતો હતો અને તેના લીધે લગ્ન પણ કર્યા નહોતા. પણ દીકરી મોટી થતા મૃતકે વાત કરવાનું બંધ કર્યું અને તેના ઝનૂનમાં જ હત્યા કરી નાખી. આમ છૂટક મજૂરી કરીને પેટિયું રડતા પરિવારે જૂના પ્રેમસંબંધમાં મહિલા દિવસે જ ઘરની મહિલાને ગુમાવી છે.

મૃતક મહિલાના પતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ છૂટક મજૂરી કરે છે અને માધુપુરા પોલીસ સ્ટેશનની પાછળ હાલ રહે મારવાડીની ચાલી કિરણનગરની બાજુમાં શાહપુર દરવાજા બહાર માધુપુરા અમદાવાદ શહેરમાં રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખાવું છું કે, હું ઉપરના લખાવેલા હું સરનામે મારા પરિવાર સાથે રહું છું અને દૂધેશ્વર રોડ નાગોરી એસ્ટેટમાં કારખાનામાં ફેબ્રિકેશનની છૂટક મજૂરી કામ કરું છું. મારે સંતાનમાં એક દીકરી છે. તેમજ તેનાથી નાનો દીકરો છૂટક નોકરી કરે છે.

મારી પત્નીને અગાઉ ડામરવાળી ચાલીમાં રહેતો નરેશ ઉર્ફે નવીન રાઠોડની સાથે પ્રેમસંબંધ હોય અને ત્યારબાદ મારી પત્નીએ નરેશ ઉર્ફે નવીનની સાથે પ્રેમસંબંધ રાખવા માંગતા ન હોય જેથી આ નરેશ ઉર્ફે નવીન મગનભાઇ રાઠોડ મારી પત્નીને અવારનવાર બોલાવવાની કોશીશ કરતો હોય, પરંતુ મારી પત્ની આ નરેશ ઉર્ફે નવીન મગનભાઇ રાઠોડ નાઓની સાથે આજદિન સુધી બોલચાલ રાખતી ન હોય અને આજ રોજ તા.08/03/2022 સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે હું મારી નોકરી પૂરી કરીને મારા ઘરે ચાલતા ચાલતા પરત આવતો હતો.

રામાપીરના મંદિર પાસે મારા મામાએ મને જણાવેલું કે મહેંદીકુવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદિર પાસે તારી પત્નીને પેટના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલું છે તેમ જણાવતા હું મારા મામાના એક્ટિવા પર બેસીને મહેંદીકુવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદીર પાસે આવેલો અને ત્યાં જઈને જોયેલું તો મારી પત્ની લોહીલુહાણ હાલતમાં નીચે મરણ ગયેલ હાલતમાં પડેલ હતી.

ભાવનાબેન ચૌહાણે જણાવેલું કે તમારી પત્નીને આશરે 4/30 થી 4/45 વાગ્યા દરમિયાન ડામરવાળી ચાલીમાં રહેતો નરેશ ઉર્ફે નવીન રાઠોડ લોખંડની છરીથી પેટના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલું છે અને આ નરેશ ઉર્ફે નવીન રાઠોડ ત્યાંથી ભાગી ગયેલો છે તેમ જણાવેલું છે ત્યાર બાદ કોઈએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી છે.

જેથી આજરોજ 8/3/2022 સાંજના આશરે 4/30 થી 4/45 વાગ્યા દરમિયાન મહેંદીકૂવા રોડ જોગણીમાતાના ડહેલા આગળ હનુમાનજીના મંદિર પાસે આ નરેશ ઉર્ફે નવીન રાઠોડ રહે ડામરવાળીની ચાલી શાહપુર દ. બહાર માધુપુરા નાઓએ મારી પત્ની આ નરેશ ઉર્ફે નવીન સાથે બોલાચાલ રાખતી ન હોવાથી જેની અદાવત રાખી મારી પત્નીને પેટના ભાગે લોખંડની છરીના ઘા મારી મૃત્યુ નિપજાવી મનુષ્ય વધ કરેલો હોય જેથી મારી આ નરેશ ઉર્ફે નવીન રાઠોડ રહે ડામરવાળીની ચાલી શાહપુર દ. બહાર માધુપુરા વિરુદ્ધમાં કાયદેસરની તપાસ થવા ફરિયાદ છે. મારા સાહેદ ભાવનાબેન ગણપતભાઈ ચૌહાણ તથા મારા મામા તેમજ પોલીસ તપાસમાં નીકળે તે વગેરે છે.

error: Content is protected !!