ફોન ચાર્જ કરવાના બહાને ઘરમાં ઘુસીને યુવકે 13 વર્ષની સગીરાને પીંખી નાખી, ધ્રજાવી દેતો બનાવ
રાજ્યમાં મહિલાઓ સાથે ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે અસલાલીમાં શ્રમિક પરિવારની એક છોકરી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. 13 વર્ષની સગીરા ઘરે એકલી હતી ત્યારે મકાન માલિકના દીકરાએ ફોન ચાર્જ કરવાના બહાને ઘરમાં આવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે હાલ અસલાલી પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની વિગતો મુજબ, અસલાલીમાં રહેતો શ્રમિક દંપતીને ત્રણ સંતાનો છે અને તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારના રોજ દંપતી મજૂરી કામે ગયા હતા જ્યારે તેમના બે દીકરા સ્કૂલે ભણવા માટે ગયા હતા.
જોકે તેમની 13 વર્ષની દીકરીને તાવ આવતો હોવાથી ઘરે આરામ કરી રહી હતી. આ સમયે તેમની બાજુમાં જ રહેતા મકાન માલિકના દીકરાએ ફોન ચાર્જિંગમાં મૂકવાનું બહાનું બનાવીને ઘરમાં આવ્યો અને એકલતાનો લાભ લઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીઓ અંદરથી મકાન બંધ કરીને સગીરાના હાથ-પગ બાંધી દીધા હતા. જોકે સગીરા બચવા માટે બુમાબુમ કરતી રહી, પરંતુ કોઈ તેની મદદે આવ્યું નહોતું. જ્યારે તેનો ભાઈ બપોરના સમયે પાછો આવ્યો ત્યારે તેણે દરવાજો ખકડાવતા આરોપી દરવાજો ખોલીને ફરાર થઈ ગયો હતો.
જે બાદ બહેનની સ્થિતિ જોઈને તેણે માતા-પિતાને ફોન કર્યો હતો. આ સમગ્ર મામલે પીડિતાના માતા-પિતાએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.