26 વર્ષની સર્વિસ પછી 5 મહિલા અધિકારી કર્નલ બન્યા, 3 બ્રાંચમાં પહેલી વખત આ પદ પર પ્રમોશન

ઈન્ડિયન આર્મીના સિલેક્શન બોર્ડે કોર્પ્સ ઓફ સિગ્નલ્સ, કોર્પ્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર (EME) અનો કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં સર્વિસ આપતી 5 મહિલા ઓફિસર્સને કર્નલના રેન્ક પર પ્રમોટ કરવામાં આવ્યા છે. આ પહેલી વખત છે જ્યારે આ બ્રાંચમાં મહિલા ઓફિસર્સને કર્નલના પદે પ્રમોશનની મંજૂરી આપવામાં આવી છે.

આ પહેલાં માત્ર આર્મી મેડિકલ કોર્પ્સ, જજ એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશન કોર્પ્સમાં સામેલ મહિલા ઓફિસર્સ માટે પ્રમોશનની વ્યવસ્થા લાગુ હતી. ડિફેન્સ મિનિસ્ટ્રીના નિવેદન મુજબ આ ઓફિસર્સને સર્વિસમાં 26 વર્ષ પૂરાં થવા અંગે પ્રમોટ કરવામાં આવ્યા છે.

આ 5 મહિલા ઓફિસર બન્યાં કર્નલ
જે 5 ઓફિસર્સને પ્રમોટ કરવામાં આવ્યા છે તેમાં કોર્પ્સ ઓફ સિગ્નલ્સને લેફટનન્ટ કર્નલ સંગીતા સરદાના, કોર્પ્સ ઓફ EMEથી લેફટેનન્ટ કર્નલ સોનિયા આનંદ અને લેફટનન્ટ કર્નલ નવનીત દુગ્ગલ અને કોર ઓફ એન્જિનિયર્સથી લેફટનેન્ટ કર્નલ રીન્નુ ખન્ના અને લેફટનન્ટ કર્નલ રિચા સાગર સામેલ છે. નક્કી કરેલી બ્રાંચ ઉપરાંત બીજી બ્રાંચમાં મહિલા ઓફિસર્સને કર્નલ પદ પર પ્રમોટ કરવાનું પગલું મોટું માનવામાં આવે છે.

NDA એક્ઝામ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે મહિલા અભ્યર્થિઓને NDA એક્ઝામમાં બેસવાની મંજૂરી આપતી માગ કરતી અરજી પણ સુનાવણી કરી હતી. જેમાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમીમાં એન્ટ્રેસ એક્ઝામ આપવાની મંજૂરી આપવામાં આવી છે. NDAમાં આ પહેલાં માત્ર મેઈલ કેન્ડિડેટ્સ જ પરીક્ષા આપી શકતા હતા. આ નિર્ણયથી ઈન્ડિયન આર્મીમાં મહિલાઓને પરમેનેન્ટ કમીશન આપવાની દિશામાં ઐતિહાસિક પગલું માનવામાં આવે છે.

error: Content is protected !!