આ સ્ટાર પાકિસ્તાની ક્રિકેટરે ચોરી લીધું છે શાહિદ અફરીદીની દીકરીનું દીલ, બનશે જમાઈ, જુઓ તસવીરો

2011ના વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં પાકિસ્તાનને ભારતના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની આ હાર બાદ અક્સા અફરીદી Jio ચેનલ પર ઈન્ટરવ્યુ દરમિયાન રડી પડી હતી. અક્સા અફરીદીનો રડતો વીડિયો વાયરલ થયો હતો. અક્સાએ તે મેચમાં હાર માટે મિસ્બાહ-ઉલ-હકને જવાબદાર ઠેરવ્યો હતો. તેણે કહ્યું હતું કે, “પહેલા મિસ્બાહ-ઉલ-હક ધીમેથી રમ્યો, જ્યારે અંતમાં બોલ ઘણા ઓછા હતા, ત્યારે તેણે ઝડપી રમવાનું શરૂ કર્યું.” ઇસ્લામાબાદમાં અક્સા અફરીદી અને અફરીદીના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું છે

T20 વર્લ્ડ કપ 2021માં ભારતને હરાવવામાં સૌથી વધુ ભૂમિકા ભજવનાર પાકિસ્તાનના બોલરનું નામ શાહીન શાહ આફ્રિદી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, શાહીન શાહ અફરીદીના પરિવારે પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીના પરિવારને તેની પુત્રી અક્સા અફરીદી માટે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ પાકિસ્તાની ચેનલ જિયો ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. શાહિદ અફરીદીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘શાહીન શાહ અફરીદીનો પરિવાર મારી મોટી દીકરી અક્સા માટે સંબંધ માંગવા આવ્યો હતો’ પરંતુ ખબર નહીં કયા હેતુથી શાહિદ અફરીદીએ ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે ‘શાહીન શાહ અફરીદી અને મારો પરિવાર વચ્ચે પહેલાથી કોઈ સંબંધ નથી.

જિયો ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં શાહિદ આફ્રિદીએ કહ્યું કે, શાહીનના પરિવારે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તે પહેલા તેની અને તેની મોટી પુત્રી અક્સા વચ્ચે કોઈ સંબંધ ન હતો. અમારે ત્યાં અફરીદી લોકોમાં 8 જાતિઓ છે. હું અને શાહીન બંને અલગ-અલગ જાતિના છીએ. તમે પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રિદીથી સારી રીતે પરિચિત છો પરંતુ ચાલો તમને શાહીન શાહ અફરીદી વિશે જણાવીએ.

કોણ છે શાહીન શાહ અફરીદી?
24 ઓક્ટોબર 2021ના રોજ, પાકિસ્તાની ક્રિકેટ ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. આ T20 વર્લ્ડ કપમાં ઓપનરની ભૂમિકામાં આવેલ કેએલ રાહુલ 8 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જ્યારે રોહિત શર્મા જેવો દિગ્ગજ બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યો ન હતો અને પ્રથમ બોલ પર જ પેવેલિયન પરત ફર્યો હતો..

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને વિશ્વ વિખ્યાત બેટ્સમેન વિરાટ કોહલી પણ 49 બોલમાં 57 રન બનાવીને કેચ પકડાયો હતો. આ ત્રણ સુપર બેટ્સમેનને પોતાના બોલ પર આઉટ કરનારનું નામ છે શાહીન શાહ અફરીદી છે.

જો તમે મેચ એક્સપર્ટની નજરથી જોશો તો તમને સમજાશે કે ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાનને જીતાડવામાં સૌથી વધુ ભૂમિકા શાહીન શાહ અફરીદીએ ભજવી હતી. તે મેચમાં શાહિદ અફરીદીએ ચાર ઓવરમાં 31 રન આપીને ત્રણ મહત્વની વિકેટ લીધી હતી.

error: Content is protected !!