મહિલાને ના સમજો અબળા, આ મહિલા મસમોટા ટ્રકોનાં પંચર કરીને ચલાવે છે પરિવારનું ગુજરાન

આપણા સમાજમાં મહિલાઓને હંમેશા નબળી માનવામાં આવી છે. તેઓ હંમેશા તેમના અધિકારોથી વંચિત રહે છે. આ પુરુષ પ્રધાન સમાજ મહિલાઓને તેમની સાથે ઉભા રહેવા દેતો નથી. મહિલાઓને માત્ર ચાર દિવાલોની અંદર જ કેદ રાખવામાં આવે છે.કદાચ આનો સૌથી મોટો ભય એ હશે કે જ્યારે તે ચાર દિવાલોમાંથી બહાર આવે છે, ત્યારે તે માત્ર પુરુષ પ્રધાન સમાજને ન માત્ર તમાચો મારે છે પણ તેમના કરતા અનેક ગણી આગળ નામ પણ કમાય છે. જ્યારે સંજોગો પ્રતિકૂળ બની જાય છે, ત્યારે મહિલાઓ જ આગળ આવીને ઘરનું નેતૃત્વ કરે છે. ક્યારેક માતા બનીને, ક્યારેક બહેન તરીકે, ક્યારેક પત્ની તરીકે અને ક્યારેક પુત્રી તરીકે.

આજે અમે તમને આવી જ એક માતા અને પત્નીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ તેલંગાણાની આદિલક્ષ્મીની. તમે બધાએ સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલાં એક મહિલાની તસવીર વાયરલ થતી જોઈ હશે. તે મહિલા ટ્રકો અને મોટા વાહનોના પૈડા ખોલી રહી છે.

આ મહિલાનું નામ આદિલક્ષ્મી છે, આદિલક્ષ્મી રોજ તેમના પતિ સાથે તેમની દુકાન પર કામ કરે છે.આદિલક્ષ્મી તેલંગાણાના કોઠાગુડેમ જિલ્લાના સુજાતનગરમાં રહે છે. ટ્રકના વેલ્ડીંગથી લઈને પંચર, ટ્રકના ટાયર ખોલવા અથવા નાનું-મોટું સમારકામ. આ બધું કામ આદિલક્ષ્મી પોતે જ કરે છે. તે તેના પતિ વીરભદ્રમને તેની દુકાનમાં પૂરો ટેકો આપે છે.

આદિલક્ષ્મી બે પુત્રીઓની માતા છે. ટાયર ફિક્સ કરવા ઉપરાંત, આદિલક્ષ્મી કુશળ વેલ્ડર અને મેટલ ફ્રેમ ફેબ્રિકેટર તરીકે પણ કામ કરે છે. એકથી વધુ એક્સલવાળા ટ્રકોના વિશાળ પૈડા ખોલવા અને ફીટ કરવા એ આદિલક્ષ્મી માટે ડાબા હાથની રમત છે.

આદિલક્ષ્મીને તેના કામ વિશે કહેવું છે કે, ‘અમારા પરનું દેવું દિન પ્રતિદિન વધી રહ્યું હતું, તેથી મેં દેવું ઘટાડવા માટે મારા પતિ સાથે કામ કરવાનું નક્કી કર્યું. અમને બે દીકરીઓ છે. અમારી પાસે થોડા સાધનો પણ છે પરંતુ અમે તેની સાથે કામ ચલાવીએ છીએ. જો મને સરકાર તરફથી કોઈ મદદ મળશે તો તે મારી દીકરીઓના ભવિષ્યને સુધારવામાં મદદ કરશે.’

ઉલ્લેખનીય છે કે આદિલક્ષ્મીએ ત્રણ વર્ષ પહેલા પતિ સાથે આ રિપેર શોપ ખોલી હતી. તે સમયે તેની પાસે પૈસાની ખૂબ જ અછત હતી, તેથી તેણે દુકાન ખોલવા માટે પોતાનું ઘર ગિરવે રાખવું પડ્યું. જ્યારે કામ શરૂ થયું ત્યારે ગ્રાહકો આદિલક્ષ્મીની દુકાનમાં આવતા પહેલા ઘણી બાબતો વિચારતા હતા કે તે ટાયરને યોગ્ય રીતે પંચર કરી શકશે નહીં. આ પછી પણ, આદિલક્ષ્મી મક્કમ ઉભી રહી અને ધીમે ધીમે દરેકને તેની કુશળતા વિશે ખબર પડી. આજે તેમની દુકાન 24 કલાક ખુલ્લી છે અને ગ્રાહકો પણ આ બંનેની સર્વિસથી ખૂબ ખુશ છે.

જણાવી દઈએ કે કોથાગુડેમ એક એવો વિસ્તાર છે જ્યાં ખાણકામ સૌથી મહત્વનું કામ છે. આવી સ્થિતિમાં, ભારે ટ્રકો અને અન્ય ભારે વાહનોની અવર-જવર રહે છે આદિલક્ષ્મી સ્કૂલ ડ્રોપ આઉટ છે. તેના લગ્ન 2010માં વીરભદ્રમ સાથે થયા હતા.

error: Content is protected !!