સુનિલ શેટ્ટી બન્યો રાજકોટનો મહેમાન, અભિનેતાને જોવા માટે ચાહકોની પડાપડી થઈ, જુઓ તસવીરો

રાજકોટના બિઝનેસમેન ભરતભાઈ ખાચરની ભત્રીજીના લગ્નમાં અભિનેતા સુનીલ શેટ્ટી, ઉર્મિલા માતોડકર અને ફિલ્મ ડાયરેક્ટર અનિસ બઝમી ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાસણના જગીરા રિસોર્ટ ખાતે યોજાનારા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ભરતભાઈ ખાચરના આમંત્રણને માન આપીને કલાકારો મુંબઈથી ફ્લાઈટમાં રાજકોટ આવ્યા હતાં. ત્યારબાદ બાય રોડ સાસણ પહોંચ્યા હતા. જીલુભાઈ ખાચરની પુત્રી ના લગ્નમાં હાજરી આપી સિંહ દર્શન પણ કર્યા હતા.

બોલીવૂડના અભિનેતા સુનિલ શેટ્ટી આજે બપોરના 12 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજકોટથી સાસણ સફારી પાર્ક જોવા માટે રવાના થયા હતા.

આ સમયે સુનિલ શેટ્ટીએ ડ્રગ્સ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, મારે ડ્રગ્સ મુદ્દે કાઈ લેવાદેવા નથી, પરંતુ દરેક મા-બાપ, શિક્ષકો અને બાળકોને આવી વસ્તુઓથી દૂર રહેવા સલાહ આપવી જોઈએ.

સુનિલ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે, હું લગ્ન માટે ગુજરાત આવ્યો છું. મારે હજી સાસણ સફારી પાર્ક પણ જવું છે, જેટલો જલ્દી જઇ શકીશ તેટલી મજા હું રાજકોટની લઇ શકું.

આ પહેલા પણ હું રાજકોટ ઘણીવાર આવી ચૂક્યો છું. જ્યારે પણ રાજકોટ આવું ત્યારે મને ખૂબ જ સારું લાગે છે. હજી તો મારે ગુજરાતી થાળી ખાવી છે, ભૂખ બહુ લાગી છે. બોલિવૂડમાં ડ્રગ્સનું દૂષણ ઘૂસી ગયું છે તે મામલે મારે કંઇ લેવાદેવા નથી.

સુનિલ શેટ્ટી રાજકોટ એરપોર્ટ પર આવવાનો હોય ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ સુનિલ શેટ્ટી સાથે સેલ્ફી લેવા પડાપડી કરી હતી. સુનિલ શેટ્ટી સાથે તેમના પરિવારજનો આવ્યા હતા.

error: Content is protected !!