BREAKING:’મહાભારત’માં ભીમની ભૂમિકા ભજવનાર એક્ટરનું 74 વર્ષની વયે નિધન, હાલત થઈ ગઈ હતી આવી

બી આર ચોપડાની સિરિયલ ‘મહાભારત’માં ભીમની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનારા અભિનેતા પ્રવીણકુમાર સોબતીનું નિધન થયું છે. તેમણે 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. તેઓ પોતાની વિશાળ કદકાઠી માટે પ્રસિદ્ધ હતા. પૌરાણિક કથા ‘મહાભારત’માં ભીમનું પાત્ર ભજવ્યા બાદ તેમણે ભારતના દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી. તેમણે અનેક બોલીવુડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી હતી, જેમાં અમિતાભ બચ્ચનની ‘શહેનશાહ’ પણ સામેલ છે.

પ્રવીણ કુમાર સોબતી એક સારા એક્ટર હોવાની સાથે સાથે એક સારા સ્પોર્ટ્સમેન પણ હતા. તેમણે હેમર અને ડિસ્કસ થ્રોમાં હાથ અજમાવ્યો હતો. તેઓ એશિયન ગેમ્સમાં ચાર મેડલ જીતી ચૂક્યા છે. તેમણા દ્વારા જીતવામાં આવેલા મેડલમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ છે.

તે ઉપરાંત તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રમતમાં શાનદાર પ્રદર્શન માટે પ્રવીણ કુમારને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.રમતમાં સારા હોવાને કારણે પ્રવીણ કુમારને સીમા સુરક્ષા દળ (BSF)માં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી મળી હતી.

જો કે, આ બધા પછી પ્રવીણ કુમાર સોબતીએ અભિનયમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું હતું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ એક ટુર્નામેન્ટ માટે કાશ્મીરમાં હતા, તે દરમિયાન બોલિવૂડ ફિલ્મ સાઈન કરવાની તક મળી હતી.

‘મહાભારત’ના ભીમની બોલિવૂડ ફિલ્મ્સ
​​​​​​પ્રવીણ કુમાર સોબતીએ પોતાની એક્ટિંગ કરિયર દરમિયાન ‘કરિશ્મા કુદરત કા’, ‘યુદ્ધ’, ‘જબરદસ્ત’, ‘સિંહાસન’, ‘ખુદગર્ઝ’, ‘લોહા’, ‘મોહબ્બત કે દુશ્મન’, અને ‘ઈલાકા’ જેવી ફિલ્મો તેમણે કરી હતી​​​​​​.

આર્થિક તંગીમાં હતા
પ્રવીણ કુમાર સોબતી તાજેતરમાં સરકાર પાસેથી પેન્શનની વિનંતી કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમનું કહેવું હતું કે હવે ભીમને બધા લોકો ભૂલી ગયા છે.

પોતાના એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, હું ઘણા સમયથી ઘરમાં જ છું. તબિયત સારી રહેતી નથી અને ખાવાપીવામાં પણ ધ્યાન રાખવાનું રહે છે. એક સમય હતો જ્યારે ભીમને બધા ઓળખતા હતા પરંતુ હવે બધા ભૂલી ગયા છે.

error: Content is protected !!