રાજકોટમાં બુટલેગરે દારૂની હેરાફેરીનો એવોકીમિયો અપનાવ્યો કે પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

રાજકોટઃ રાજકોટ શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂની હેરાફેરી માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે. રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરી છે જે પોતે પ્લાસ્ટિકના કેરબામાં નીચે ભાગ તોડી તેમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અલગ બ્રાન્ડની 48 નંગ વિદેશી દારુ બોટલ મળી કુલ રૂ.24નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ આ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વિરલ ગઢવીના જણાવ્યા મુજબ ગઇકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નંબર 10 માં પહોંચી બુટલેગરના ઘર પર પહોંચી દરોડો કર્યો હતો જ્યાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી વિનય ઉર્ફે ભુરો ડાભીના રહેણાંક મકાનમાંથી દારૂની 48 નંગ બોટલ કબજે કરી કુલ 24,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપી વિનય ઉર્ફે ભુરો દારૂની હેરાફેરી કરવા માટે પ્રવાહી ભરવા માટે વપરાતા પ્લાસ્ટિક ના કેરબાનો ઉપયોગ કરતો હતો. પોલીસ પકળથી દૂર રહેવા આરોપી કેરબાની નીચેના ભાગે બોટલ કાઢી અને મૂકી શકાય તેટલો ભાગ તોડી તેમાં બોટલ ભરી અને દારૂની હેરાફેરી કરતો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિનય ઉર્ફે ભુરો અગાઉ પણ રાજકોટ, ચોટીલા અને સાયલા ખાતે પ્રોહીબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

error: Content is protected !!