માતાના ગર્ભમાંથી એક અજીબોગરીબ વસ્તુ લઈને પેદા થયું બાળક, ડૉક્ટર પણ ચોંકી ગયા
‘તમે આ દુનિયામાં શું લાવ્યા છો અને શું લઈને જશો?’ આ ડાયલોગ તમે ઘણી વાર સાંભળ્યો હશે. મતલબ કે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે ખાલી હાથે આવીએ છીએ અને જ્યારે આપણે મરીએ છીએ ત્યારે ખાલી હાથે જઈએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવા બાળકનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે જન્મ સમયે ખાલી હાથે આવ્યો ન હતો, પરંતુ પોતાની સાથે એક ખાસ વસ્તુ લઈને આવ્યો હતો. હવે આ કારણથી આ બાળક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
માતાના ગર્ભમાંથી બાળક લાવ્યું એક ખાસ વસ્તુ
વાસ્તવમાં, વિયેતનામના હાઈ ફોંગ ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં જન્મેલું બાળક હાલ સોશિયલ મીડિયા પર છવાયેલું છે. જ્યારે આ બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યુ ત્યારે ડોક્ટરોની નજર તેના હાથમાં રહેલી પીળી અને કાળી વસ્તુ પર પડી. આ બાળકે આ વસ્તુને પોતાની આંગળીઓથી ચુસ્તપણે પકડી રાખી હતી. આવી સ્થિતિમાં, હોસ્પિટલના કર્મચારીઓએ તેનો ફોટો લીધો અને હવે તે જ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
આ વસ્તુ શું છે?
બાળકના હાથમાં દેખાતી આ પીળી કાળી વસ્તુ વાસ્તવમાં ગર્ભનિરોધક કોઇલ છે. તેને IUD (ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસ અથવા કોઇલ) પણ કહેવામાં આવે છે. તે પ્લાસ્ટિક અને કોપરનું બનેલું ટી-આકારનું ઉપકરણ છે. મહિલાઓ તેને પોતાના પ્રાઈવેટ પાર્ટમાં લગાવે છે, જેથી તેઓ ગર્ભવતી ન થાય. આ વસ્તુ બે વર્ષ પહેલા આ બાળકની 34 વર્ષની માતાએ પણ લગાવી હતી. જોકે, આ કોઇલ બરાબર કામ ન કરી અને બાળકનો જન્મ થયો. મહિલા પહેલેથી જ બે બાળકોની માતા છે અને ત્રીજું બાળક ઈચ્છતી ન હતી. તેથી જ તેણે આ ઉપકરણનો ઉપયોગ કર્યો.
ડૉક્ટરે શું કહ્યું?
પ્રસૂતિ કરાવનાર ડૉક્ટર ટ્રાન વિયેત ફૂઓંગ કહે છે કે જ્યારે હું ડિલિવરી કરી રહી હતી ત્યારે મેં બાળકના હાથમાં ગર્ભનિરોધક કોઇલ જોયું. તે જરૂર તેની માતાએ લગાવેલી કોઈ જગ્યાએથી કોઈ કારણસર હટી ગયુ હશે. જેના કારણે તે ગર્ભવતી થઈ. જ્યારે બાળકનો જન્મ થયો, ત્યારે તેણે આ કોઇલને ખૂબ જ ચુસ્તપણે પકડી રાખ્યું. મને આ દૃશ્ય રસપ્રદ લાગ્યું, તેથી મેં તેનો ફોટો લીધો. કદાચ આ પહેલો કિસ્સો છે જેમાં કોઈ નવજાત બાળક તેને પોતાની સાથે લઈને ગર્ભમાંથી બહાર આવ્યું હોય.
ફોટો વાયરલ થઈ રહ્યો છે
બાળકની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ જોઈને લોકો અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહે છે કે બાળકે જીવન પર વિજય મેળવ્યો છે. મા માત્ર ઇચ્છતી હતી કે તેનો જન્મ ન થવો જોઈએ પરંતુ તેણે તે થવા દીધું નહીં.
બાય ધ વે, જો તમે પણ આ પ્રકારના ઉપકરણનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો ફરી એકવાર વિચાર કરો. આ અંગે એક મહિલાએ પોતાનો અનુભવ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેને ઇન્સ્ટોલ કર્યા પછી, તેને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.