પુત્રીના નિધનના સમાચાર મળતાં જ માતા ભાંગી પડ્યાં, ઊંઝાના નિવાસસ્થાને આશાબેનનો પાર્થિવદેહ લાવવામાં આવ્યો

મહેસાણા: મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યૂને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા આજે નિધન થયું છે. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને ઊંઝા લઈ જવાતા તેમના નિવાસસ્થાન પર લોકોની ભીડ ઉમટી પડી હતી. પુત્રીના નિધનના પગલે માતા આક્રંદ કરતા જોવા મળ્યા હતા.

આશાબેન પટેલના પાર્થિવ દેહને ઊંઝામાં તેમના નિવાસ સ્થાન સ્વપ્ન બંગ્લોઝમાં લાવવામા આવ્યો છે. આજે સાંજે ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં અંતિમ દર્શન માટે રખાશે. રાત્રિ દરમિયાન પણ ઊંઝા માર્કેટીંગ યાર્ડમાં પાર્થિવ દેહ રાખવામા આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે વતન વિશોળ ગામે લઈ જવાશે અને ત્યારબાદ સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમવિધિ કરવામા આવશે.

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા જ આશાબેન જોડે વાત થઈ હતી “હું દિલ્હી આવેલી છું તમને મળવા આવું છું પણ આપનું સેસન ચાલુ છે એટલે પછી હું તમને ચોક્કસ થી મળીશ” આ આશાબેનના છેલ્લા શબ્દો હતા.

જુગલજી ઠાકોરે કહ્યું હતું કે, આશાબેનનો સ્વભાવ નીડર અને નિખાલસ હતો. તેઓ કોઈપણ જગ્યાએ કામ કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. જ્યાં સુધી કામ પતે નહીં ત્યાં સુધી સતત ઝઝૂમતા રહેતા.

બેચરાજી કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જણાવ્યું કે, આશાબેનનું વ્યક્તિત્વ ખૂબ સારું હતું. 2017માં મારા સાથી ધારાસભ્ય હતા. મહેસાણા જિલ્લામાં અમે બેજ કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્ય હતા.

વિધાનસભાની અંદર પણ ખૂબ સારું પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા રજૂઆત કરતા હતા. પોતે ડોકટર હતા, હોંશિયાર હતા અને લોકોના પ્રશ્નોને વાચા આપતા. કોંગ્રેસમાં સારી કામગીરી કરી અને ભારતીય જનતા પાર્ટીમાં પણ સારી એવી કામગીરી કરી રહ્યા હતા.

પરંતુ સપને ખ્યાલ નહોતો કે સારી કામગીરી કરનાર વ્યક્તિ સાથે આવું બનશે નિધન ના સમાચાર સાંભળી હાલ દુઃખ ની લાગણી અનુભવું​​ છું.​

error: Content is protected !!