આમીર ખાનની દિકરીને પોતાના લોકોએ જ નહોતી છોડી, 14ની ઉંમરમાં જ કર્યો હતો ગંદો કાંડ

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા આમિર ખાનને મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ કહેવામાં આવે છે. છેલ્લા 33 વર્ષથી ફિલ્મી દુનિયામાં કામ કરી રહેલો આમિર ખાન ઘણીવાર ચર્ચામાં રહે છે. તો તેની પુત્રી ઇરા ખાન પણ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવે છે. આમિર ખાનની દીકરીએ ભલે હજુ ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો ન હોય, પરંતુ તે બોલિવૂડ એક્ટ્રેસની જેમ ઓળખ ધરાવે છે. આમિર ખાન સોશિયલ મીડિયા પર નથી પરંતુ તેની પુત્રી ઈરા ખાન સોશિયલ મીડિયા પર છે અને તે પણ ઘણી લોકપ્રિય છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર એક્ટિવ રહેતી ઈરા ખાન પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. ઈરા અત્યાર સુધી પોતાની પર્સનલ લાઈફ અને લવ અફેરને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી ચુકી છે. તે ઘણીવાર લોકોને તેના ભૂતકાળથી પરિચિત રાખે છે. એકવાર તેણે એક વીડિયો શેર કરીને તેની સાથે થયેલા અન્યાયની જાણકારી આપી.

આમિરની દીકરી ઈરાએ કહ્યું છે કે જ્યારે તે માત્ર 14 વર્ષની હતી ત્યારે તેની સાથે યૌન શોષણ થયું હતું. બાદમાં ઇરા સ્ટ્રેસનો શિકાર બની હતી અને ત્યાર બાદ તેની ઘણી જગ્યાએ સારવાર કરવામાં આવી હતી. ઇરાને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો. આ ખરાબ સમયમાં પોતાની જાતને સંભાળવા માટે તેને ઘણા કામ કરવા પડ્યા.

માતા-પિતાને તેના ડિપ્રેશન વિશે જણાવ્યું…
જેમ જેમ સમય આગળ વધતો ગયો, ઇરાએ તેના પેરેન્ટ્સ સાથે તેના ડિપ્રેશન વિશે વાત કરી અને તે ખરાબ સમય દરમિયાન બંનેએ ઇરાને સલાહ આપી કે પોતાની જાતને સમય આપવો ખૂબ જ જરૂરી છે. જ્યારે આ પહેલા ઈરા તેનાથી બિલકુલ વિપરીત કામ કરતી હતી.

ઇરા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. એકવાર એક લાંબો વીડિયો શેર કરતા તેણે કહ્યું હતું કે, 14 વર્ષની ઉંમરે મારી સાથે યૌન શોષણ થયું હતું. આ કામ મારા પરિચિતે જ કર્યું હતું. ઈરા ખાને પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે તે ઉંમરે મને ખબર નહોતી કે મારી સાથે શું થઈ રહ્યું છે.

માતા-પિતાને ઈમેલ મોકલીને આપી હતી યૌન ઉત્પીડન
ઈરાએ એમ પણ કહ્યું હતું કે તેણે તેના માતા-પિતાને ઈ-મેલ દ્વારા તેની જાતીય સતામણી વિશે જાણ કરી હતી. આ પછી માતા-પિતાએ મળીને તેમને આ સમસ્યામાંથી બહાર કાઢ્યા. ઇરા કહે છે કે તે હવે આ ઘટનાની પરવા નથી કરતી, પરંતુ કેટલીકવાર તેને તેની અજ્ઞાનતા પર ખૂબ ગુસ્સો આવે છે.

ઈરા નુપુરને 1 વર્ષથી વધુ સમયથી ડેટ કરી રહી છે.
ઈરા ખાન પોતાના રિલેશનશિપને કારણે ઘણી ચર્ચામાં રહે છે. તે નુપુર શિખરને એક વર્ષથી ડેટ કરી રહી છે. ઇરાએ ગયા વર્ષે પ્રોમિસ ડે પર નૂપુર સાથેના તેના સંબંધો વિશે સ્વીકાર્યું હતું અને તેણે નુપુર સાથે ઘણી તસવીરો પણ પોસ્ટ કરી હતી.

કોણ છે નૂપુર શિખરે?
ઉલ્લેખનીય છે કે, નુપુર શિખરે આમિર અને ઈરાના ફિટનેસ કોચ છે. ઇરા પોતાને અને તેના પિતાના ફિટનેસ કોચને દિલ આપી બેઠી હતી.

error: Content is protected !!