રાજકોટમાં સ્પામાં ચાલતું હતું ગંદુકામ, મોજમજા માટે ગ્રાહકો પાસેથી લેવાતા આટલા હજાર રૂપિયા

રાજકોટ: શહેરમાં યાજ્ઞિક રોડ, સર્વેશ્વર ચોક પાસે આવેલા શિવમ કોમ્પ્લેક્સના બીજા માળે ઇન્ફિનિટી નામના સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસમથકના પીએસઆઇ જે.એમ.ભટ્ટ સહિતના સ્ટાફે શનિવારે સાંજે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પુષ્કરધામ રોડ, આરએમસી ક્વાર્ટરમાં રહેતા સ્પા સંચાલક પ્રદીપ ઉર્ફે પ્રેમ મોહન ચાવડા અને સ્પામાં કામ કરતો દીપક મઘન પરિયાર તેમજ એક પરપ્રાંતીય મહિલા મળી આવી હતી.

કોરોનાની મહામારીને કારણે હજુ સ્પા ચાલુ કરવાની મંજૂરી આપી નથી. તેમ છતાં છાનેખૂણે ચાલતા સ્પાના સંચાલકોએ કૂટણખાના ચાલુ કરી દીધા છે. સંચાલકની પૂછપરછ કરતા તેઓ છેલ્લા દોઢ મહિનાથી સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતા હતા.

તેમજ સ્પાના ઓઠા હેઠળ મોજમજા કરવા આવતા ગ્રાહકો પાસેથી રૂ.3 હજાર લેતા હતા. જેમાંથી એક હજાર રૂપિયા પરપ્રાંતીય મહિલાને આપતા હોવાની કબૂલાત આપી છે. પોલીસે પરપ્રાંતીય મહિલાને શાહેદ બનાવી સ્પા સંચાલક અને કર્મચારી સામે ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા રૂ.4 હજાર અને એક મોબાઇલ કબજે કર્યો છે. પરપ્રાંતીય મહિલાની પૂછપરછ કરતા તે તેના વતનથી સાત દિવસ પહેલા જ રાજકોટ આવી હોવાનું જણાવ્યું છે.

error: Content is protected !!