જય હો ગરવો ગિરનાર…! સૌપ્રથમવાર સૌથી ઊંચા ગિરનાર પર્વત પર ધર્મની ધજા ફરકાવાઇ

સૌપ્રથમવાર ગુજરાત રાજ્યના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર ધર્મની ધજા ફરકાવવામાં આવી છે. ગરવા ગિરનારનું સૌથી ઉંચું શિખર ગુરૂ ગોરક્ષનાથજી જમીનથી 3663 ફૂટની ઉંચાઇ પર આવેલું છે. અહીં દેશ – વિદેશથી યાત્રાળુઓ દર્શને આવે છે. સૌપ્રથમવાર ગુજરાત રાજ્યની સૌથી મોટી ઉંચાઇ પરના ધાર્મિક સ્થાન પર 26 ફૂટ લંબાઇ તેમજ 151 કિલો વજન ધરાવતો પિત્તળનો ધજા સ્તંભ જયપુરથી આયાત કરી સ્થાપિત કરવામાં આવ્યો છે.

ધજા સ્તંભમાં પીત્તળનું ડમરૂ, ત્રીશુલ તેમજ ઘંટડીઓ લગાવવામાં આવી છે. તેમજ મંદિરમાં 6 જર્મન સીલ્વરના છત્તર, 6 પીત્તળના કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આગામી રવિવારના રોજ કળશનું સ્થાપન કરવામાં આવશે. ગુરૂ ગોરક્ષનાથ મંદિરનો આશ્રમ ગિરનાર રોડ પર નાથજી દલીચાને નામે જીવંત છે. ત્યાં ધજા, કળશ અને છત્તરનું વિધીવત પૂજન કરવામાં આવ્યું હતું.

ચોમાસા દરમ્યાન ગોરક્ષનાથ મંદિર પર વિજળી ત્રાટકી હતી. વિજળી પડતા મંદિર પરનો ઘુમ્મટ તૂટી ગયો હતો, જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં તે તૈયાર થઇ જશે. ગોરક્ષનાથજી મંદિરના મહંત પીર યોગી સોમનાથજી, ગુરૂ રાજનાથજી, દાતા સંજીવ મનસોત્રા, રઘુનાથજી યેમુલ, સંદીપ ખેલે તેમજ કૌશિક સોનપાલ, અતુલ જોષી સહિત અન્ય સેવક સમુદાય દ્વારા સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુરૂ ગોરક્ષનાથજીએ ગિરનાર શિખર પર 1200 વર્ષ તપસ્ચર્યા કરી હતી. ગોરક્ષનાથજીએ પ્રજ્જવલીત કરેલ ધૂણી આજ પણ અખંડ છે. હાલના મહંત પીર યોગી સોમનાથજી 12 વર્ષ સતત શિખર પરથી નીચે ઉતર્યા જ નહોતા.

ગોરક્ષનાથજી સનાતમ ધર્મનો પાયો છે
ગોરક્ષનાથજી સનાતમ ધર્મનો પાયો છે.
સનાતમ ધર્મની જય હો, ગોરક્ષનાથજી
મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે.
ધર્મની ધજા હંમેશા ફરકતી રહે. – પીર યોગી મહંત સોમનાથજી, ગુરૂ રાજનાથજી

error: Content is protected !!