વીજળીનો કાળો કહેર: વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 5 મહિલા સહિત 9 લોકોના મોત

મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશના દેવાસ, અગર માલવા અને ધારમાં સોમવારે વિવિધ જગ્યા પર વીજળી પડવાને લીધે 9 લોકોના મોત થયા છે. તેમા ત્રણ વ્યક્તિ એક જ પરિવારના છે. મૃતકોમાં 1 બાળક અને 5 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 5 લોકોને ઈજા પહોંચી છે. મળેલી માહિતી પ્રમાણે સોમવારે બપોરે આશરે 3 વાગે સતવાસ ક્ષેત્રમાં ગ્રામ ડેરિયા ગુડિયામાં ત્રણ વ્યક્તિ સોયાબીનના ખેતરમાં કામ કરતા હતા. તે સમયે ઓચિંતા જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. ત્રણેય એક ઝાડ નીચે ઉભા હતા. ત્યારે વીજળી પડી હતી. ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

જ્યારે ગામ બામનીમાં રેખાબાઈ અને તેના પતિ હરિઓમનું વીજળી પડવાને લીધે મોત થયું છે. આ ઉપરાંત ખાતેગામ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ખલમાં રેશમબાઈનું વીજળી પડવાથી મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મધ્યપ્રદેશના ટોંકમાં રાણીબાઈનું પણ વીજળી પડવાને લીધે મોત નિપડ્યું હતું. મૃતકોના પરિવારજનોને રૂપિયા 4-4 લાખ આર્થિક સહાયતા જાહેર કરવામાં આવી છે.

આગ્રા માલવામાં મહિલા અને બાળકોના મોત
આગ્રા માલવા જિલ્લાના નલકેડામાં અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે. મૃતકોમાં સત વર્ષના બાળક અને મહિલાનો સમાવેશ થાય છે. બે લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધાર વિસ્તારમાં પણ વીજળી પડવાને લીધે એક વ્યક્તિનું મોત થયું હતું.

ભારે વરસાદનું એલર્ટ
મધ્ય પ્રદેશમાં ચોમાસું તેના અંતિમ તબક્કામાં છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત માલવા-નિમાડ તથા મહાકૌશલમાં પણ સામાન્ય વરસાદની આગામી વ્યક્ત કરી છે.

error: Content is protected !!