ગોઝારો અકસ્માતઃ સ્પીડમાં આવતી ટ્રકે કારને મારી ટક્કર, ત્રણ મહિલા સહિત એક જ પરિવારના 8ના મોત

દિલ્હીથી સીધા બહાદુરગઢમાં KMP એક્સપ્રેસ-વે પર શુક્રવારે સવારે એક મોટી ર્દુઘટના થઈ છે. બાદલી પાસે એક ટ્રકે SUV કારને ટક્કર મારી છે. આ એક્સિડન્ટમાં 8 લોકોના મોત થયા છે. તેમાં 4 પુરુષ, 3 મહિલાઓ અને 1 બાળક સામેલ છે. એક બાળકી ઘાયલ છે. મૃત્યુ પામેલા લોકો ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં આવનાર નગલા અનૂપ ગામના જણાવવામાં આવ્યા છે. આ દરેક એક જ પરિવારના છે અને ગોગા મેડીથી પરત જતા હતા.

ઘટના બાદલી અને ફરુખનગર વચ્ચે થયો હતો. ભાડાની આ કારમાં 11 લોકો બેઠા હતા. આ બદા ગુરુગ્રામ જતા હતા. તેમણે બાથરુમ જવા માટે કારને થોડી વાર માટે હાઈ-વે પર રાખી હતી. ત્યારે સ્પીડમાં આવતી ટ્રકે કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ કાર પલટી ખાતા ખાતા દૂર જઈને પડી હતી. 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. એક બાળકીને પગમાં ઈજા થઈ છે. કાર ચાલક અને એક મહિલા ર્દુઘટના વખતે કારની બહાર હતા. તેથી તેઓ બચી ગયા હતા.ઘટના પછી ટ્રક ચાલક ભાગી ગયો છે.

રસ્તા જતા લોકોએ તુરંત બચાવ અભિયાન શરૂ કરીને કાર ઘાયલોને બહાર કાઢ્યા હતા, પરંતુ દરેક લોકોના મોત થયા હતા. એક બાળકીના શ્વાસ ચાલતા હતા. તેને બહાદુરગઢ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ર્દુઘટના વિશે રસ્તે જતા લોકોએ પોલીસને માહિતી આપી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લીધો હતો.

 

error: Content is protected !!