માલિકને હતો ચોરી થવાનો ડર, વર્લ્ડ રેકોર્ડ બનાવનારી ‘સરસ્વતી’ ભેંસ અધધ 51 લાખ રૂપિયામાં વેચાઈ

એક વ્યક્તિએ તેની ભેંસ ચોરાઈ જવાના ડરથી 51 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. હા, તમે બરાબર વાંચ્યું છે. આ વ્યક્તિએ પોતાની ભેંસ 51 લાખ રૂપિયામાં વેચી છે. આ વાત કદાચ તમને પચશે નહીં પણ આ સત્ય છે. આ વ્યક્તિ પાસે જે ભેંસ હતી તે ખૂબ જ ખાસ ભેંસ હતી. જેના કારણે આ વ્યક્તિને ડર હતો કે કોઈ તેની ભેંસ ચોરી ન જાય. ભેંસની ચોરીના ડરથી આ વ્યક્તિ પરેશાન થવા લાગ્યો અને આ સમસ્યાનો ઉકેલ લાવતા આ વ્યક્તિએ ભેંસ વેચવામાં ડહાપણ જણાયુ.

આ ભેંસ આટલી ખાસ કેમ હતી?
તમે વિચારતા હશો કે આ ભેંસની એવી કઈ ખાસિયત હતી કે તે આટલી મોંઘી વેચાઈ. વાસ્તવમાં આ ભેંસના નામે વર્લ્ડ રેકોર્ડ છે અને આ વર્લ્ડ રેકોર્ડના કારણે આ ભેંસ આટલી મોંઘી વેચાઈ હતી. આ ભેંસ દ્વારા 33.131 કિલો દૂધ આપવાનો વિશ્વ વિક્રમ સર્જાયો છે. આ ભેંસ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ પાકિસ્તાનની એક ભેંસના નામે હતો અને પાકિસ્તાનની ભેંસે 32.050 કિલો દૂધ આપ્યું હતું.

મળ્યુ હતુ ઈનામ
મલિક સુખબીરની આ ભેંસનું નામ સરસ્વતી છે અને સરસ્વતીના આ રેકોર્ડ માટે મલિક સુખબીરને બે લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે સુખબીરને તેની ભેંસ વેચવી પડી હતી. સુખબીરના કહેવા પ્રમાણે, તેને ડર હતો કે તેની ભેંસ કોઈ ચોરી ન જાય અને ચોરાઈ જવાના ડરને કારણે તેણે ભેંસ વેચવાનું નક્કી કર્યું. સુખબીર એક ખેડૂત છે અને તેણે સરસ્વતીને 51 લાખમાં વેચી છે.

ચાર વર્ષ પહેલા સરસ્વતી ખરીદી હતી
સુખબીરે લગભગ ચાર વર્ષ પહેલા સરસ્વતીને ખરીદી હતી. સુખબરના કહેવા પ્રમાણે, તેણે બરવાળાના ઘોઘા ગામમાં રહેતા એક ખેડૂત પાસેથી સરસ્વતી ખરીદી હતી અને તે પછી સરસ્વતીએ ઘણા બાળકોને જન્મ આપ્યો હતો.

એક લાખથી વધુની કમાણી કરતા હતા
સુખબીરના કહેવા પ્રમાણે, તે સરસ્વતી ભેંસનું દૂધ વેચીને એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરતો હતો. બીજી તરફ સુખબીરે સરસ્વતી વેચવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને આ કાર્યક્રમમાં ઘણા ગામડાઓમાંથી લોકો આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂતોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું અને રાજસ્થાન, યુપી, પંજાબ જેવા રાજ્યના ખેડૂતોને આ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં 700 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. લુધિયાણાના પવિત્ર સિંહે સૌથી વધુ બોલી લગાવી હતી અને આ બોલી પછી આ ભેંસ તેમની બની ગઈ હતી. લુધિયાણાના પવિત્રા સિંહે સુખબીર સિંહ પાસેથી 51 લાખ રૂપિયામાં સરસ્વતી ખરીદી હતી.

નામે ઘણા રેકોર્ડ છે
ખેડૂત સુખબીરે મીડિયાને જણાવ્યું કે મારી ભેંસ સરસ્વતીએ હિસારમાં 29.31 કિલો દૂધ આપીને પ્રથમ ઇનામ જીત્યું હતું. હિસારમાં યોજાનાર સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બફેલો રિસર્ચના કાર્યક્રમમાં સરસ્વતીએ 28.7 કિલો દૂધ આપ્યું અને તે પ્રથમ આવી.

આ ઉપરાંત સરસ્વતીએ હરિયાણા પશુધન વિકાસ બોર્ડની સ્પર્ધામાં 28.8 કિલો દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો હતો.

error: Content is protected !!