લગ્ને લગ્ને કુંવારા…! 49 વર્ષના સાંસદે માત્ર 18 વર્ષની સ્કૂલ ગર્લ યુવતી સાથે કર્યા ત્રીજા લગ્ન, લોકોએ કહ્યું કે….

પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PTIના સાંસદ આમિર લિયાકત હુસૈનના ત્રીજા લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમણે 18 વર્ષની યુવતી સઈદા દાનિયા શાહ સાથે નિકાહ કર્યા છે. તમેના નિકાહની વાત માત્ર પાકિસ્તાનમાં જ નહીં પણ પાકિસ્તાનની બહાર પણ ચર્ચાનો વિષય બની છે. 49 વર્ષના પિતાએ 18 વર્ષની યુવતી સાથે લગ્ન કરતાં લોકો આમિર લિયાકતની પુત્રી દુઆ સામે પણ સવાલોન મારો કર્યો હતો. લોકો તેને ટાંકીને કોમેન્ટ કરવા લાગ્યા જેનાથી નારાજ દુઆએ પિતાના ત્રીજા લગ્નને લઈને ટિપ્પણી કરી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ત્રણ લગ્ન કરી ચૂક્યાં છે. ઈમરાને પોતાના સાંસદને ફોન કરીને લગ્નની શુભકામના આપી હતી. ખાસ વાત એ છે આમિરની બીજી પત્ની સાથેના તલાક બુધવારે જ થયા અને 24 કલાક પણ થયા ન હતા કે લિયાકત સાહેબે પોતાની ત્રીજી શરીક-એ-હયાત એટલે કે પત્નીનો પરિચય આપી દીધો.

લિયાકતને એક પરણવા યોગ્ય દીકરી પણ છે, જેનું નામ દુઆ છે. દુઆના પિતાના આ લગ્ન બુધવારે થયા. બુધવારે જ પાકિસ્તાની સાંસદનાં બીજી પત્ની અને પાકિસ્તાની અભિનેત્રી સૈયદા તુબા આમિર સાથે તલાક થયા હતા અને એ જ દિવસે તેમને ત્રીજા લગ્ન કરી લીધા. આમિરની ત્રીજી પત્ની અને તેમની ઉંમર વચ્ચેના અંતરને જોતાં પાકિસ્તાનના લોકો સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની કોમેન્ટ અને મીમ શેર કરી મજા લઈ રહ્યા છે.

દુનિયા જલે તો જલે
‘જિયો ન્યૂઝ’ મુજબ આમિર લિયાકત વારંવાર પોતાનાં વિચિત્ર નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ તેમનો ચાહકવર્ગ ઘણો જ મોટો છે. આ જ કારણ છે કે 2018ની ચૂંટણીમાં ઈમરાને તેમને પાર્ટી ટિકિટ આપી અને તેઓ જીતીને સાંસદ પણ બની ગયા.

હાલ આમિરે સોશિયલ મીડિયા પર કહ્યું- વઝીર-એ-આઝમ જનાબ ઈમરાન ખાન સાહેબે મને ફોન કર્યો અને નિકાહને લઈને અભિનંદન આપ્યાં. હું તેમનો આભારી છું. જ્યાં સુધી મારા લગ્નથી જે લોકોને નથી નથી ગમ્યું તેમને હું ફક્ત એટલું જ કહીશ- દુનિયા જલે તો જલે.

જોકે સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર લિયાકત પર કટાક્ષ કરી રહ્યા છે. એક યુઝરે આમિરના જૂના ફોટા સાથે એક નવજાત બાળકીનો ફોટો મૂકતાં કહ્યું- 18 વર્ષ પહેલાં લિયાકત અને તેમની પત્ની. એક યુઝરે કહ્યું- આમિરની પાસે બસ એક જ કામ છે. નિકાહ-તલાક, નિકાહ-તલાક અને નિકાહ-તલાક. તો લગ્ન પછી બંને નવદંપતીએ સાથે મળીને પાકિસ્તાની પોડકાસ્ટ નાદિર અલીને એક ઈન્ટરવ્યુ પણ આપ્યો છે, જેમાં બંને એકબીજાના હાથમાં હાથ નાખીને વાતો કરતા જોવા મળે છે.

સાંસદની ત્રીજી બેગમ સઇદાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને આમિર સાથે પહેલી વખત ક્યારે પ્રેમ થયો, જેના જવાબમાં કહ્યું, ‘નાનપણમાં, હું તેમને ટીવી પર જોતી હતી. જ્યારે હું રડતી હતી તો મારા અમ્મી-અબ્બુ ટીવીમાં તેમને દેખાડતા હતા.’

સઇદાને એન્કરે પૂછ્યું કે જ્યારે તેઓ આમિરને ટીવી પર જોતા હતા તો ક્યારેય તેમના મનમાં એ વાત આવી કે એક દિવસ તેમની સાથે લગ્ન કરશે? જેના જવાબમાં સઇદાએ કહ્યું, ‘જ્યારે મારા નિકાહ થયા એ વાતને લઈને મને પણ વિશ્વાસ આવ્યો નહોતો. હવે મને લાગે છે કે આમિર લિયાકત મારા બની ગયા છે.’

દુઆ આમિરે પોતાની ઈન્સ્ટાગ્રામ એક પોસ્ટ કરતાં લખ્યું છે કે ‘પ્લીઝ, મારા પરિવારને લઈને મારા પર કોમેન્ટ કરીને પોસ્ટમાં મને મેન્શન કરવાનું બંધ કરે. આ એકાઉન્ટ મારા આર્ટ વર્ક માટે છે. જો તમે આ વાતને માન ન આપી શકતા હોવ તો તમે મને અનફોલો કરી શકો છો.’

બુધવારે તેમની બીજી પત્ની સૈયદા તુબાએ તલાકની જાહેરાત કરી. આ પહેલાં તેઓ બુશરા આમિર સાથે પણ તલાક લઈ ચૂક્યા છે. ગુરુવારે લિયાકતે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે સઇદા દાનિયા શાહ સાથે નિકાહ કરવા જઈ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેમને 13 પોસ્ટ કરીને લગ્ન અંગે જાણકારી આપી. દાનિયા અંગે ‘ધ એક્સપ્રેસ ટિબ્યુન’માં લખાયું- તે ગુરુવારે જ 18 વર્ષની થઈ છે. તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાનિયા હજુ સ્કૂલમાં જ ભણી રહી છે અને લિયાકત 49 વર્ષના છે.

PTIના ચેરમેન અને વડાપ્રધાન ઈમરાન ખાને આમિર લિયાકતને અભિનંદન આપ્યાં એ કોઈ ચોંકાવનારી વાત નથી. લગભગ 70 વર્ષના ઈમરાન ખાન પણ ત્રણ લગ્ન કરી ચૂક્યાં છે. પહેલી પત્નીનું નામ જેમિમા ગોલ્ડસ્મિથ, બીજી પત્નીનું નામ રેહમ ખાન અને ત્રીજી પત્નીનું નામ બુશરા બીબી મેનકા છે. ઈમરાનને પહેલી પત્નીથી પાંચ બાળક છે.

error: Content is protected !!