65 વર્ષના વરરાજા 60 વર્ષની દુલ્હનએ 40 વર્ષ સુધી લિવ-ઇન-રિલેશનશિપમાં રહ્યાં પછી કપલે લગ્ન કર્યાં

મોટાં શહેરોમાં ઘણાં કપલ લાંબા સમય સુધી લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતાં હોય છે. ઘણીવાર તેઓ એકબીજા સાથે અમુક વર્ષ પછી લગ્ન કરી લે છે તો ઘણીવાર લગ્ન સુધી પહોંચતાં પહેલાં જ તેમનું બ્રેકઅપ થઈ જાય છે. અમેઠીમાં એક કપલે 40 વર્ષ સુધી લિવ-ઈન-રિલેશનશિપમાં રહ્યાં પછી લગ્ન કર્યાં છે. આ કપલ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

આટલાં વર્ષોથી કપલ ક્યારેય લગ્ન કરી શક્યું નહોતું, હાલ તેમના લગ્નના સાક્ષી પોતાનાં જ સંતાન બન્યાં હતાં. મોતીલાલ અને મોહિની દેવીના લગ્ન જોવા માટે આખું ગામ ઊમટ્યું હતું.

લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં આ વૃદ્ધ કપલે 20 જૂને લગ્ન કર્યા. તેમના લગ્નમાં પૌત્રો પણ સામેલ થયા. કપલના મેરેજમાં ત્રણ પેઢી હાજર રહી હતી. લગ્ન માટે કંકોત્રી પણ છાપી અને મહેમાનોને આમંત્રણ પણ આપવામાં આવ્યું. મોતીલાલની ઉંમર 65 વર્ષ અને તેમની પત્નીની ઉંમર 60 વર્ષ છે.

લગ્ન પહેલાં ઘરમાં લાઈટિંગથી ડેકોરેશન પણ કર્યું હતું.
ગામવાસીઓના જણાવ્યા પ્રમાણે, આ કપલ છેલ્લાં 40 વર્ષથી જોડે રહે છે. સમય વીત તો ગયો અને તેમનાં સંતાનોના ઘરે પણ બાળકો આવ્યાં. આ કપલને લાગ્યું કે લગ્ન કર્યા વગર જ મરી જઈશું તો સ્વર્ગમાં નહીં જવાય. બંનેનું પિંડદાન પણ નહીં થાય, આથી તેમણે રીત-રિવાજ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો.

મોતીલાલે કહ્યું, 40 વર્ષથી હું અને મોહિની લગ્ન કર્યા વગર પતિ-પત્નીની જેમ એકસાથે રહીએ છીએ. અમારા સંતાનના લગ્નમાં તકલીફો પડશે એવું વિચારીને અમે મેરેજ કર્યા નહોતા. મોતીલાલને બે પુત્ર અને બે પુત્રી છે. તેમની બંને દીકરી પ્રિયા અને સીમા લગ્નમાં જાનૈયા બન્યા હતા.

પ્રિયા અને સીમાએ કહ્યું, અમે ઘણા ખુશ છીએ. મોતીલાલની પત્ની મોહિની મકદૂમપુર ગામની રહેવાસી છે. આ કપલના લગ્ન કરાવનારા પંડિત તેજ રામ પાંડેએ કહ્યું, અત્યારસુધી આ કપલે લગ્ન કર્યા નહોતાં. હિંદુ ધર્મમાં માન્યતા પ્રમાણે, લગ્ન વગર જન્મેલા સંતાન શ્રાદ્ધ કરે કે પછી અન્ય કોઈ ધાર્મિક કામનું ફળ માતા-પિતા સુધી પહોંચતું નથી, આથી આ ઉંમરે તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નમાં સામેલ જાનૈયાઓએ ખૂબ આનંદ માણ્યો અને મહેમાનોએ શુભકામના પણ પાઠવી .

error: Content is protected !!